Breaking News : ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, કેવો આવશે વરસાદ? જુઓ Video
હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ ગુજરાતના ચોમાસા અંગે મહત્વપૂર્ણ અનુમાન લગાવ્યું છે. ચોમાસુ 8 દિવસ મોડું એટલે કે 23 જૂનની આસપાસ બેસી શકે છે, અને 1 જુલાઈ સુધીમાં રાજ્યભરને આવરી લેશે.
હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ ગુજરાતના આગામી ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય સમય કરતાં આઠ દિવસ મોડું પહોંચશે. પરંપરાગત રીતે 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે તે 23 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા છે. સંપૂર્ણ રાજ્યને ચોમાસુ આવરી લેતા પહેલી જુલાઈ સુધીનો સમય લાગી શકે છે.
અથૈયા શેટ્ટીના વિશ્લેષણ અનુસાર, રાજ્યમાં આ ચોમાસા દરમિયાન વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનું અનુમાન છે. આગાહી મુજબ, કુલ વરસાદ 93 થી 96 ટકા જ રહેશે.
હવામાન નિષ્ણાંત શેટ્ટીએ જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના ચોમાસાનું માસિક અનુમાન પણ વ્યક્ત કર્યું છે, જેમાં કયા મહિનામાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે તેની વિગતો આપવામાં આવી છે. આ આગાહી ખેડૂતો અને જનતા માટે આગામી ચોમાસાની સ્થિતિ સમજવામાં મદદરૂપ થશે.
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન, જુઓ Video
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
