સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ : અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હી હાઈકમાન્ડનું તેડું
વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15માંથી એક પણ મહાનગરપાલિકા ન જીતી શકનાર ગુજરાત કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ શરમજનક પરાજયની સમીક્ષા કરવા અને હારનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી બોલાવવામાં આવેલા પ્રદેશ નેતાઓના પત્તાં કપાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસની પાયાની સ્થિતિ હચમચાવી દીધી છે. 15 મહાનગરપાલિકાઓમાં શૂન્ય પર આઉટ થયા બાદ, હવે દિલ્હી હાઈકમાન્ડ આકરી કાર્યવાહીના મૂડમાં જણાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને દિગ્ગજ નેતા તુષાર ચૌધરીને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડ આ કારમી હાર માટે જવાબદારી નક્કી કરવા અને નેતૃત્વમાં મોટા ફેરફાર કરવા અંગે ગંભીર ચર્ચા કરી રહ્યું છે.
સતત નિષ્ફળતા અને નેતૃત્વ પર સવાલ
નોંધનીય છે કે 2021 અને હવે 2026 એમ સતત બે સ્થાનિક ચૂંટણીઓમાં અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ જે રીતે સ્થાનિક પ્રમુખોને સત્તા સોંપવામાં આવી હતી તે રણનીતિ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો વધતો ગ્રાફ કોંગ્રેસ માટે અસ્તિત્વનો ખતરો બની ગયો છે.
શું પદ પરથી છુટ્ટી થશે?
આજે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હારના કારણોની સમીક્ષાની સાથે આગામી રણનીતિ પર મંથન થશે. સૌથી મહત્વની વાત એ છે કે, શું આ જ નેતૃત્વ સાથે કોંગ્રેસ આગળ વધશે કે પછી ગુજરાતમાં નવા અને સક્રિય ચહેરાઓને કમાન સોંપવામાં આવશે? બંને નેતાઓ પાસેથી હારનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત થઈ શકે છે.
Breaking News: PM મોદીની ફરી એકવાર અપીલ : વિદેશી મુદ્રા બચાવવા માટે સોનું, ઈંધણ અને વિદેશી પ્રવાસનો વપરાશ ઘટાડવા જનતાને આહવાન
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
