AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતના કાકરાપાર ડેમમાં દુર્ઘટના, નાહવા ગયેલા 4 યુવકો ડૂબ્યા, બચાવ કામગીરી ચાલુ, જુઓ Video

Breaking News: સુરતના કાકરાપાર ડેમમાં દુર્ઘટના, નાહવા ગયેલા 4 યુવકો ડૂબ્યા, બચાવ કામગીરી ચાલુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2026 | 12:57 PM
Share

Kakrapar Dam ખાતે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. માંડવી તાલુકાના કાકરાપાર ડેમમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબી જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે યુવકોનો એક જૂથ ડેમમાં નાહવા માટે ઉતર્યો હતો. દરમિયાન એક યુવક અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યો હતો.

સુરતના કાકરાપાર ડેમ ખાતે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. માંડવી તાલુકાના કાકરાપાર ડેમમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબી જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે યુવકોનો એક જૂથ ડેમમાં નાહવા માટે ઉતર્યો હતો. દરમિયાન એક યુવક અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યો હતો.

તેને બચાવવા માટે અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધારે હોવાના કારણે ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

બચાવ ટીમો શોધખોળ કરી રહી છે

ઘટનાની માહિતી મળતા જ Mandvi Police અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ડેમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો બોટ અને અન્ય સાધનોની મદદથી યુવકોની શોધખોળ કરી રહી છે.

સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ડેમ અને નદી જેવા ઊંડા જળાશયોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદી માહોલ અને પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને આવા સ્થળોએ નાહવા ન જવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News : ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન, જુઓ Video

Published on: May 12, 2026 12:56 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">