AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પનો સિક્રેટ Stock Portfolio આઉટ, જગત જમાદારે આ શેર પર લગાવ્યો દાવ, આટલા શેર કાઢ્યા..

ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ ક્વાર્ટર દરમિયાન શેરબજારમાં, ખાસ કંપનીઓના શેર ખરીદ્યા છે. જોકે, તેમના કેટલાક સોદાઓના સમય અને હિતોના સંભવિત સંઘર્ષ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

| Updated on: May 15, 2026 | 9:20 PM
Share
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ફરી એકવાર પોતાના રોકાણોને લઈને ચર્ચામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં તેમણે શેરબજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું અને ખાસ કરીને ટેક કંપનીઓના શેરમાં મોટી ખરીદી કરી હતી. બજારમાં ઘટાડાનો સમય પસંદ કરીને કરવામાં આવેલા આ રોકાણો બાદ હવે ઘણા શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે.

1 / 6
અમેરિકન સરકારી નાણાકીય ખુલાસાઓ મુજબ, ટ્રમ્પે વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અંદાજે ₹1,870 કરોડથી ₹6,375 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું. તેમનો મુખ્ય ફોકસ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર સેક્ટર પર રહ્યો હતો. AI ક્ષેત્રમાં વધતી સ્પર્ધા અને બજારમાં આવેલી અનિશ્ચિતતાના કારણે ઘણી મોટી કંપનીઓના શેરોમાં ઘટાડો આવ્યો હતો, જેને ટ્રમ્પે રોકાણની તક તરીકે જોયું.

2 / 6
આ સમયગાળા દરમિયાન તેમણે NVIDIA, Apple, Intel, Broadcom અને Oracle જેવી દિગ્ગજ કંપનીઓના શેર ખરીદ્યા હતા. બાદમાં આ શેરોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો, જેના કારણે ટ્રમ્પના રોકાણોની ફરી ચર્ચા શરૂ થઈ છે.

3 / 6
જોકે, ટ્રમ્પના કેટલાક સોદાઓના સમયને લઈને હવે પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. અહેવાલો મુજબ, તેમણે ફેબ્રુઆરી મહિનામાં Boeing અને NVIDIAના શેરોમાં 1 મિલિયનથી 5 મિલિયન ડોલર સુધીનું રોકાણ કર્યું હતું. બજારમાં ચર્ચા છે કે આ બંને કંપનીઓને ટ્રમ્પના સંભવિત ચીન પ્રવાસથી સીધો ફાયદો મળી શકે છે. તેથી કેટલાક વર્તુળોમાં આ સોદાઓ માત્ર બજારની સમજ પર આધારિત હતા કે તેમાં અન્ય કોઈ પરિબળ કામ કરી રહ્યા હતા, તે અંગે ચર્ચા ચાલી રહી છે.

4 / 6
ટ્રમ્પે માત્ર ખરીદી જ નહીં, પરંતુ યોગ્ય સમયે નફો પણ કમાવ્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં તેમણે Microsoft, Amazon અને Meta Platformsના શેરોમાં મોટાપાયે વેચાણ કર્યું હતું. આ સોદાઓની કિંમત અંદાજે 5 મિલિયનથી 25 મિલિયન ડોલર વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જોકે, સત્તાવાર દસ્તાવેજોમાં ખરીદી અને વેચાણની ચોક્કસ કિંમતો જાહેર કરવામાં આવી નથી.

5 / 6
ટ્રમ્પના મોટા પોર્ટફોલિયોની માહિતી જાહેર થયા બાદ હિતોના સંઘર્ષનો મુદ્દો પણ ગરમાયો છે. આ મુદ્દે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પની તમામ સંપત્તિ એક ટ્રસ્ટમાં રાખવામાં આવી છે, જેનું સંચાલન તેમના બાળકો દ્વારા કરવામાં આવે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, તમામ રોકાણ સંબંધિત નિર્ણયો સ્વતંત્ર રીતે લેવામાં આવે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

અમેરિકામાં પાર્ટ-ટાઇમ જોબની હકીકત શું? ખર્ચો નીકળશે કે નહીં

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">