AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાએ હોકીની કિટ ખરીદવા માટે તેમની ગાય વેચી દીધી, આજે દિકરો ભારતનું નામ કરી રહ્યો છે રોશન

હોકી ગોલકીપર શ્રીજેશનો જન્મ એક ખેડૂતોના પરિવારમાં થયો હતો. તેમની પત્ની પણ એક ખેલાડી રહી ચૂકી છે. પી આર શ્રીજેશ 2 બાળકોનો પિતા પણ છે. તો આજે આપણે ભારતીય હોકી ટીમના ગોલકીપર શ્રીજેશના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Aug 01, 2024 | 2:39 PM
Share
હોકી ગોલકીપરની કીટના ખર્ચને પહોંચી વળવા માટે પિતાએ અનેક બલિદાન આપવા પડ્યા હતા. શ્રીજેશના પિતાએ હોકી કિટ માટે ગાય વેચી હતી. તો આજે શ્રીજેશના પરિવાર તેમજ તેના કરિયર વિશે વાત કરીએ.

1 / 18
પરાત્તુ રવીન્દ્રન શ્રીજેશ કેરળનો રહવેાસી ભારતીય હોકી ગોલકીપર છે. જે ભારતીય રાષ્ટ્રીય ટીમના ગોલકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન તરીકે રમે છે. વિશ્વના શ્રેષ્ઠ ગોલ કીપર તરીકે તેમની ગણના કરવામાં આવે છે.

2 / 18
ભારતીય હોકી ટીમના ગોલકીપર શ્રીજેશના પરિવાર વિશે જાણો

3 / 18
તે ઉત્તર પ્રદેશ વિઝાર્ડ્સ માટે હોકી ઈન્ડિયા લીગમાં રમી ચૂક્યો છે. શ્રીજેશ 2020 સમર ઓલિમ્પિક્સ પુરુષોની ફીલ્ડ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમની બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

4 / 18
ઓલિમ્પિક્સ FIH હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ટુર્નામેન્ટ્સ મળીને 2023 સુધી તેની કારકિર્દીમાં કુલ 16થી વધુ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે

5 / 18
શ્રીજેશનો જન્મ 8 મે 1988, કેરળના એર્નાકુલમ જિલ્લાના કિઝાક્કમ્બલમ ગામમાં, પી.વી. રવિેન્દ્રન અને ઉષાના ઘરે થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ કિઝક્કમ્બલમની સેન્ટ એન્ટોની લોઅર પ્રાઈમરી સ્કૂલમાં પૂર્ણ કર્યું અને તેમણે કિઝક્કમ્બલમની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

6 / 18
 શાળામાં હોકી કોચ જયકુમાર દ્વારા તેને પસંદ કરવામાં આવ્યા બાદ તે એક પ્રોફેશનલ ખેલાડી બન્યો, જેના પગલે તે નહેરુ કપમાં રમતા પહેલા શાળામાં રમ્યો. તેમણે શ્રી નારાયણ કોલેજ, ચેમ્પાઝંથી, કેરળમાંથી ઈતિહાસમાં સ્નાતક પૂર્ણ કર્યું છે.

7 / 18
શ્રીજેશે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અનીશ્યા સાથે લગ્ન કર્યા છે. જે ભૂતપૂર્વ લોંગ જમ્પર અને આયુર્વેદ ડૉક્ટર છે. તેઓને એક પુત્રી (જન્મ. 2014) અનુશ્રી છે.તેમના પુત્ર, શ્રીયાંશનો જન્મ 2017માં થયો હતો.

8 / 18
2017માં ભારત સરકારે તેમને રમતગમતના ક્ષેત્રમાં કામ કરવા બદલ ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કર્યો હતો.

9 / 18
શ્રીજશે 2006માં કોલંબોમાં સાઉથ એશિયન ગેમ્સમાં સીનિયર રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. 2008 જુનિયર એશિયા કપમાં ભારતની જીત બાદ, તેને 'બેસ્ટ ગોલકીપર ઓફ ધ ટુર્નામેન્ટ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

10 / 18
 તેનો બીજો 'બેસ્ટ ગોલકીપર ઓફ ધ ટુર્નામેન્ટ' એવોર્ડ 2013 એશિયા કપમાં મળ્યો હતો, જેમાં ભારત ટુર્નામેન્ટમાં બીજા ક્રમે રહ્યું હતું. તે એ ટીમનો ભાગ હતો જેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

11 / 18
શ્રીજેશ અગાઉ લંડનમાં 2012 સમર ઓલિમ્પિકમાં અને પછી 2014 માં વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યો હતો. સાઉથ કોરિયાના ઇંચિયોનમાં 2014 એશિયન ગેમ્સમાં તેણે ભારતના ગોલ્ડ મેડલ જીતવામાં ભૂમિકા ભજવી હતી, જ્યારે તેણે પાકિસ્તાન સામે બે પેનલ્ટી સ્ટ્રોક બચાવ્યા હતા.

12 / 18
  2014 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2018 ચેમ્પિયન્સ ટ્રોફીમાં, તેને "ટૂર્નામેન્ટનો ગોલકીપર" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 2014 માં પ્રભાવશાળી પ્રદર્શનને પગલે, તેને શ્રેષ્ઠ પુરુષ ગોલકીપરના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો હતો, તે લંડન ખાતે યોજાયેલી 2016 મેન્સ હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર મેડલ જીતનારી ટીમનો કેપ્ટન હતો.

13 / 18
13 જુલાઇ 2016ના રોજ શ્રીજેશને ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.રિયોમાં 2016 ઓલિમ્પિકમાં શ્રીજેશ ભારતીય હોકી ટીમને ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં લઈ ગયો હતો.

14 / 18
ટોક્યો ઓલિમ્પિકમાં 5 ઓગસ્ટ 2021ના રોજ, શ્રીજશે 41 વર્ષ પછી ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવામાં જર્મનીને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

15 / 18
 રિયો ઓલિમ્પિક અને ટોક્યો ઓલિમ્પિક બાદ હવે પેરિસ ઓલિમ્પિકમાં શ્રીજેશ પાસે મેડલની આશા છે.પીઆર શ્રીજેશ રાની રામપાલ પછી "વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર" જીતનાર બીજા ભારતીય બન્યા.

16 / 18
શ્રીજેશ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતેલી ટીમ, 2023 એશિયન ચેમ્પિયન ટ્રોફી વિજેતા ટીમ અને 2022 એશિયન ગેમ્સ હોકીમાં ગોલ્ડ મેડલ જીતેલી ભારતીય ટીમનો ભાગ હતો.

17 / 18
 ટોક્યોના બ્રોન્ઝ વિજેતા ગોલકીપરે કહ્યું પેરિસ ઓલિમ્પિક મારી છેલ્લી ટુર્નામેન્ટ છે.

18 / 18
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">