હોકી
હોકી એ ભારતની રાષ્ટિય રમત છે. આ એક આઉટડોર ગેમ છે. જે બે ટીમો વચ્ચે રમવામાં આવે છે.
જે (J) આકારની લાકડી (sticks) લઈ ખેલાડીઓ સામેની ટીમના ગોલ પોસ્ટ તરફ એટેક કરે છે. બે માંથી જે ટીમના ખેલાડીઓ વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં વધુ ગોલ કરે છે તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ રમતને ફીલ્ડ હોકી પણ કહેવામાં આવે છે.
Read More
Breaking News: PM નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સ 2026ના સ્ટાર્સને મળ્યા, ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ ભેટો આપી
ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓને મળવાનો સિલસિલો ચાલુ રાખતા પ્રધાનમંત્રી એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા. PM મોદીએ તમામ ખેલાડીઓને આગામી ટુર્નામેન્ટ માટે પ્રોત્સાહિત કર્યા. ખેલાડીઓએ PM મોદીને ખાસ ભેટો આપી હતી.
- Smit Chauhan
- Updated on: Oct 15, 2026
- 8:43 pm
Breaking News: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાને નામ પાછું ખેંચતા ભારત સાથે નહીં થાય મુકાબલો
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનની ટક્કર હવે નહીં થાય. પાકિસ્તાન હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી ખસી ગઈ છે. આ ટુર્નામેન્ટ જાલંધર અને મોહાલીમાં યોજાવાની છે, અને પાકિસ્તાને ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાન બહાર થતાં બાંગ્લાદેશની ટુર્નામેન્ટમાં એન્ટ્રી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Oct 9, 2026
- 6:36 pm
Breaking News Asian Games 2026: હોકીમાં ભારતે જીત્યો બીજો ગોલ્ડ મેડલ, ટીમ ઈન્ડિયા ઓલિમ્પિકમાં ક્વોલિફાય
એશિયન ગેમ્સ 2026માં હોકીમાં ભારતે જીત્યો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ટીમ બાદ પુરુષ ટીમે પણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફાય થઈ હતી. ભારતે સતત બીજી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને હોકીમાં દબદબો યથાવત રાખ્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં ભારતે મલેશિયાને 5-1થી હરાવ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Oct 3, 2026
- 6:41 pm
Breaking News : હોકી ઇન્ડિયાએ ખોલ્યો ખજાનો, જાણો ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલાઓને કેટલી Prize Money મળશે
Asian Games 2026: ભારતીય મહિલા હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. હોકી ઇન્ડિયાએ આ ઐતિહાસિક જીત માટે ઇનામી રકમની જાહેરાત કરી છે.
- Sagar Solanki
- Updated on: Oct 3, 2026
- 12:18 pm
Breaking News Asian Games 2026: 44 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓને લાખોનું ઈનામ
ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ જીતનાર ટીમ માટે હોકી ઇન્ડિયાએ મોટી ઇનામી રકમની જાહેરાત કરી છે. ટીમના દરેક ખેલાડીને ₹11 લાખ અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ₹5.5 લાખનું ઇનામ આપવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2026
- 9:14 pm
Breaking News Asian Games 2026 : 44 વર્ષ બાદ ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ, 2028ના ઓલિમ્પિક્સની ટિકિટ કરાવી ફાઈનલ
India vs China Womens Hockey: ભારતીય મહિલા હોકી ટીમે, 44 વર્ષના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે એશિયન ગેમ્સ 2026માં ચીનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. આ જીત સાથે, ભારતે 2028 ઓલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.
- Bipin Prajapati
- Updated on: Oct 2, 2026
- 6:45 pm
Breaking News Asian Games 2026: જાપાનમાં ટ્રાફિક જામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, ફાઈનલ મેચનો સમય બદલાયો
એશિયન ગેમ્સ 2026 ની મહિલા હોકી ઇવેન્ટની ફાઇનલ મેચ ભારત અને ચીન વચ્ચે રમાનારી છે. જોકે, આ ગોલ્ડ મેડલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોકી ફાઈનલ પહેલા જાપાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રસ્તામાં અકસ્માત બાદ ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ હતી જે બાદ મેચનો સમય બદલાયો હતો.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2026
- 5:31 pm
Breaking News Asian Games 2026: રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી
ભારતે પુરુષ હોકીની પહેલી સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન બહાર ફેંકાયું. રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે ગોલ કરી ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2026
- 4:02 pm
Asian Games: ‘સુપર સેટરડે’માં કબડ્ડીમાં ગોલ્ડ મેડલ માટે ભારતની બંને ટીમો મેદાનમાં, જાણો સાતમાં દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ
Asian Games India Schedule 2026, Day 7: એશિયન ગેમ્સ 2026 ના 7મા દિવસે ભારતીય ખેલાડીઓ 15 અલગ અલગ રમતગમતની ઇવેન્ટ્સમાં ભાગ લેશે. કબડ્ડીમાં પણ બે ગોલ્ડ મેડલ મેચ યોજાશે. જાણો 26 સપ્ટેમ્બરનું ભારતીય ખેલાડીઓનું શેડ્યૂલ,
- Smit Chauhan
- Updated on: Sep 25, 2026
- 10:10 pm
Breaking News Asian Games 2026 : હોકીમાં ભારતનો જલવો, કોરિયા સામે 8-2થી શાનદાર જીત, સેમિફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત
એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ કોરિયાને 8-2થી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતે પૂલ Aમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે અને સેમિફાઇનલમાં પહોંચવાની તેની સ્થિતિ લગભગ નિશ્ચિત બની છે. દિલપ્રીત સિંહે શાનદાર હેટ્રિક ફટકારી, જ્યારે અભિષેકે બે ગોલ કરીને ટીમની મોટી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Sep 24, 2026
- 4:47 pm
Breaking News Asian Games 2026: ભારતીય ટીમની ગોલકીપરે રચ્યો ઈતિહાસ, હોકી ઈન્ડિયાએ 10 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત
ભારતીય મહિલા હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર પ્રદર્શન સાથે કરી છે. ભારતીય ટીમે પહેલી મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી અને બીજી મેચમાં ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું હતું. જોકે, અહીં ટીમના પ્રદર્શનની સાથે ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ હેડલાઇન બનાવી હતી. સવિતા પુનિયાએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો, જેના માટે હોકી ઇન્ડિયાએ તેણીને 10 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Sep 21, 2026
- 4:41 pm
Breaking News Asian Games 2026: મહિલા હોકીમાં ભારતનો ધમાકો, ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું, 3 ખેલાડીઓની હેટ્રિક
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી જીત મેળવી છે. ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યા બાદ ભારતે ઇન્ડોનેશિયાને 17-1થી પરાજય આપ્યો. આ મેચમાં દીપિકા, રુતુજા પિસલ અને નવનીત કૌરે હેટ્રિક ફટકારીને ટીમની મોટી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. ભારત હવે 23 સપ્ટેમ્બરે થાઇલેન્ડ સામે મેદાનમાં ઉતરશે.
- Smit Chauhan
- Updated on: Sep 21, 2026
- 3:53 pm
Breaking News: પાકિસ્તાનની હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
પાકિસ્તાન હોકી ફેડરેશને પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને માંગ કરી છે કે તેની મેચો તટસ્થ સ્થળે ખસેડવામાં આવે. આ સાથે પાકિસ્તાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે.
- Smit Chauhan
- Updated on: Sep 16, 2026
- 9:47 pm
Breaking News: પાકિસ્તાન ટીમ ભારતમાં રમવા આવશે, સરકારે આપી મંજૂરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમાં ભલે દ્વિપક્ષીય શ્રેણી રમાતી ન હોય, પરંતુ હોકીમાં બંને ટીમો ફરી એકબીજા સામે રમતી જોવા મળી શકે છે. પાકિસ્તાન હોકી ટીમ મોહાલીમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા ભારત આવી રહી છે. આ પ્રવાસને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મોટું નિવેદન આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Sep 14, 2026
- 5:26 pm
Breaking News: ‘ચીન’ તેની જ ધરતી પર ધૂળ ચાટતું થયું, ભારતીય દીકરીઓએ હોકી એશિયા કપ જીતીને રચ્યો ‘ઇતિહાસ’
ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને 1-0 થી હરાવીને સતત ત્રીજી વખત AHF જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. સાનિકા માનેના નિર્ણાયક ગોલની મદદથી ભારતે આ જીત હાંસલ કરી જુનિયર હોકી વર્લ્ડ કપમાં પણ પોતાની જગ્યા પાકી કરી લીધી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 13, 2026
- 8:24 pm