Sunil Chhetri Birthday: મેસ્સી-રોનાલ્ડોને જોરદાર ટક્કર આપે છે ભારતનો સુનિલ છેત્રી, જાણો તેના 7 મોટા રેકોર્ડસ
Happy Birthday Sunil Chhetri : ભારતીય ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રી આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના 18 વર્ષના કરિયરમાં તેણે ભારતીય ટીમને અનેક સફળતા અપાવી. તેના આ મોટા રેકોર્ડસ તેના સમર્પણ અને મહેનતની સાબિતી છે.

ભારતીય ફૂટબોલ ટીમ માટે સૌથી વધારે 142 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ સુનિલ છેત્રીના નામે છે. તેણે ભારત માટે સૌથી વધારે 92 ગોલ કર્યા છે.

આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૌથી વધારે ગોલ કરનારની ઓવરઓલ લિસ્ટમાં સુનિલ છેત્રી ચોથા ક્રમે છે, જ્યારે એક્ટિવ ખેલાડીઓની લિસ્ટમાં તે ત્રીજા ક્રમે સૌથી વધારે ગોલ કરનાર ફૂટબોલર છે.

આંતરરાષ્ટ્રીય ગોલ પ્રતિ મેચના હિસાબે સુનિલ છેત્રી (0.65), રોનાલ્ડો (0.62) અને મેસ્સી (0.59) આગળ છે.

સુનિલ છેત્રીએ 2007, 2011, 2013, 2014, 2017, 2018-19 અને 2021-22 રેકોર્ડ સાત વાર AIFF Player of the Year Awards મળ્યો છે.

સુનિલ છેત્રી એશિયા, ઉત્તરી અમેરિકા અને યૂરોપ, આમ ત્રણ મહાદ્વીપોમાં રમી ચૂક્યો છે. આ ઉપલબ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ખેલાડી છે.

સુનિલ છેત્રી એશિયા, ઉત્તરી અમેરિકા અને યૂરોપ, આમ ત્રણ મહાદ્વીપોમાં રમી ચૂક્યો છે. આ ઉપલબ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ખેલાડી છે.