Gold Price: સોનામાં તેજીના સંકેત ! વૈશ્વિક અને MCX ડેટા શું દર્શાવે છે જાણો અહીં
વૈશ્વિક COMEX મુજબ તેજી સ્પષ્ટ સંકેત મશી રહ્યો છે. COMEXના આ અઠવાડિયા અને આગામી સપ્તાહની સમાપ્તિ (9 અને 16 મે) ના ડેટા કહી રહ્યા છે કે સોનામાં તેજીનો ટ્રેન્ડ વધુ મજબૂત બની રહ્યો છે.

09 મે 2025 વર્તમાન બજાર પરિસ્થિતિની વાત કરીએ તો MCX પર જૂન ગોલ્ડ ફ્યૂચરની કિંમત ₹ 96,168 પર સ્થિર રહી છે, જ્યારે COMEX (ગ્લોબલ) પર તે \$3,308 ની આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. હાલમાં, બંને બજારોમાં ઓપ્શન ડેટામાંથી ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવી રહ્યા છે, જે આગામી દિવસોની દિશા નક્કી કરી શકે છે.

વૈશ્વિક COMEX મુજબ તેજી સ્પષ્ટ સંકેત મશી રહ્યો છે. COMEXના આ અઠવાડિયા અને આગામી સપ્તાહની સમાપ્તિ (9 અને 16 મે) ના ડેટા કહી રહ્યા છે કે સોનામાં તેજીનો ટ્રેન્ડ વધુ મજબૂત બની રહ્યો છે.

પુટ/કોલ ઓપન ઇન્ટરેસ્ટ રેશિયો 9 મે 2.10એ ખરીદદારોનો પલડો ભારી છે. તેમજ 16 મેની સમાપ્તિ પર PCR પણ 1.54 પર તેજીનો ટ્રેન્ડ ચાલુ દર્શાવે છે.

મજબૂત સપોર્ટ લેવલની વાત કરીએ તો $3,320 (OI: 153), \$3,325 (OI: 197), \$3,330 (OI: 169)call પ્રીમિયમ કમજોર છે જેના કારણે ઉપર તરફનો માર્ગ ખુલ્લો લાગે છે.

સંભવિત લક્ષ્યો (COMEX) મુજબ $3,330 થી $3,345 જ્યારે MCX અપેક્ષિત સ્તરો પર ₹96,800 થી ₹97,200 પર છે.


Put/Call રેશિયો (PCR) 0.27 ભારે દબાણ હેઠળ છે. Max Pain મુજબ ₹95,000 અહીં સૌથી વધારે લખાયેલા છે. પ્રમુખ રેજિસ્ટેન્સ ₹96,500, ₹97,000, ₹97,500 છે. જ્યારે પ્રમુખ સપોર્ટ લેવલ: ₹95,000 અને ₹94,000 બતાવી રહ્યો છે.

નીચે તરફનું દબાણ ફક્ત ત્યારે જ વધશે જો ₹95,000 decisively રીતે તૂટી જાય.

કઈ દિશા વધુ મજબૂત છે? તો વૈશ્વિક (COMEX) PCR > 2 High Put Premiums જ્યાં અપટ્રેન્ડ શક્ય છે . MCX (ભારત) Max Pain ઘટાડો, PCR < 0.3 | હળવું દબાણ, પરંતુ ₹95,000 પર સપોર્ટ પર છે.

એકંદરે વૈશ્વિક સોના માટે મજબૂત અપટ્રેન્ડ સંકેતો છે, જેના કારણે MCX માં પણ ₹97,000 તરફ ઉછાળો આવી શકે છે. જો ₹95,000 સપોર્ટ તૂટે નહીં, તો સોનું ટૂંક સમયમાં નવી ઊંચાઈ તરફ આગળ વધી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































