Profit: 156% વધ્યો ઇલેક્ટ્રિક બસ બનાવતી કંપનીનો નફો, હવે શેર પર રહેશે ફોકસ
કંપનીએ બીજા ક્વાર્ટરમાં 47.7 કરોડના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 156.45%નો ઉછાળો નોંધાવ્યો હતો. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ ₹18.6 કરોડનો નફો કર્યો હતો. કંપનીએ 2015માં ભારતમાં ઇલેક્ટ્રિક બસોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે સિલિકોન રબર/કમ્પોઝિટ ઇન્સ્યુલેટરનું ભારતનું સૌથી મોટું ઉત્પાદક પણ છે.

ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળામાં ₹47.7 કરોડના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 156.45%નો ઉછાળો નોંધાવ્યો હતો. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ કંપનીએ 18.6 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

EV નિર્માતા ઓલેક્ટ્રા ગ્રીનટેકની કામગીરીમાંથી આવક 70.5% વધીને ₹523.7 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹307.2 કરોડ હતી.

ઓપરેશન્સનું એબિટડા ₹81.2 કરોડ હતું, જે Q2FY14માં ₹40.6 કરોડ હતું. ક્વાર્ટરમાં એબિટડા માર્જિન 15.5% હતું, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 13.2% હતું.

31 માર્ચ, 2024 સુધી ઓલેક્ટ્રાની ઇલેક્ટ્રિક બસો માટેની ઓર્ડર બુક 10,969 યુનિટ હતી. કંપનીના FY24ના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષના અંતે ભારતીય માર્ગો પર Olectra પાસે લગભગ 1,695 ઈ-બસો કાર્યરત હતી.

Olectra Greentechની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી અને 2015 માં ભારતમાં ઇલેક્ટ્રિક બસોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે સિલિકોન રબર/કમ્પોઝિટ ઇન્સ્યુલેટરનું ભારતનું સૌથી મોટું ઉત્પાદક પણ છે.

Olectra Greentech Ltdનો શેર BSE પર ₹105.60 અથવા 6.12% ઘટીને ₹1,621 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ. 1734.60ની ટોચે પહોંચી ગયો હતો.

હવે બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ થશે અને આ દરમિયાન રોકાણકારો ઓલેક્ટ્રાના શેર પર નજર રાખશે. તમને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરી, 2024ના રોજ શેર 2,222 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જ્યારે 26 ઓક્ટોબર 2023ના રોજ શેરની કિંમત 1,017.60 રૂપિયા હતી.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
