Gujarati News » Photo gallery » | rohit shetty net worth know his income salary and luxury house and cars
Rohit Shetty Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે રોહિત શેટ્ટી, જાણો ડિરેક્ટરની નેટવર્થ વિશે
રોહિતની ફિલ્મોની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ સૂર્યવંશી વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. હવે તેની ફિલ્મ સર્કસ આવવાની છે, જેમાં રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં જોવા મળશે.
રોહિત શેટ્ટી બોલિવૂડના એક્શન ડિરેક્ટર છે.રોહિત શેટ્ટીએ બોલિવૂડમાં ઘણી એક્શનથી ભરપૂર ફિલ્મો આપી છે. આજે રોહિત બોલિવૂડના ટોચના નિર્માતાઓમાંના એક છે. રોહિત તેની ફિલ્મો દ્વારા ઘણી કમાણી કરે છે.
1 / 5
caknowledgeના રિપોર્ટ અનુસાર, રોહિત શેટ્ટીની નેટવર્થ 280 કરોડ છે. જ્યારે રોહિતની માસિક આવક 3 કરોડથી વધુ છે. તેમજ તે એક વર્ષમાં 36 કરોડથી વધુની કમાણી કરે છે. ફિલ્મો સિવાય રોહિત ટીવી શો હોસ્ટિંગ, જાહેરાતો અને ઈવેન્ટ્સ દ્વારા પણ ઘણી કમાણી કરે છે.
2 / 5
રોહિતના ઘરની વાત કરીએ તો ડિરેક્ટરનું નવી મુંબઈમાં એક લક્ઝરી હાઉસ છે. તેણે આ ઘર વર્ષ 2013માં ખરીદ્યું હતું. આ ઘરની કિંમત 6 કરોડ છે. આ સિવાય તેમની પાસે દેશમાં બીજી ઘણી મિલકતો છે. જોકે આ વિશે વધુ માહિતી નથી.
3 / 5
વાહનોની વાત કરીએ તો રોહિત પાસે ઘણા લક્ઝરી વાહનો છે. તેમની પાસે BMW, રેન્જ રોવર અને બેન્ઝ છે. આ દરેક વાહનની કિંમત 1.2 થી 2 કરોડ સુધીની છે.
4 / 5
રોહિતની ફિલ્મોની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ સૂર્યવંશી વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. હવે તેની ફિલ્મ સર્કસ આવવાની છે જેમાં રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં જોવા મળશે.