તમે સાથળની ચરબીને લીધે મનગમતા કપડાં પહેરી નથી શકતા? આ યોગ કરીને ચરબીને દૂર કરો
Yoga For Thigh: વર્તમાન સમયમાં લોકોની બગડતી લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતો તેમના સ્વાસ્થ્યને અસર કરી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વજન વધવા અને સ્થૂળતાની સમસ્યા વધી છે. ખાસ વાત એ છે કે મોટાભાગના બાળકો અને યુવાનો બજારમાં મળતા તેલયુક્ત અને જંક ફૂડ ખાવાથી સ્થૂળતાનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો સમયસર જાગૃત થાય અને તેમના આહારને નિયંત્રિત કરીને સ્વસ્થ સક્રિય જીવનશૈલીનું પાલન કરે તે જરૂરી છે.

જ્યારે સ્થૂળતા વધે છે ત્યારે મોટાભાગની ચરબી કમર અને સાથળ પર જમા થઈ જાય છે, જેને ઘટાડવા માટે તમે યોગની મદદ લઈ શકો છો. અહીં અમે તમને કમર અને સાથળની ચરબી ઘટાડવા માટે કેટલાક ખાસ યોગાસનો જણાવી રહ્યા છે. જેનો નિયમિત અભ્યાસ કરવાથી તમને ફાયદો થઈ શકે છે.

ઉત્કટાસન: ઉત્કટાસનનો અભ્યાસ કમર અને સાથળની ચરબી ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. ઉત્કટાસન શરીરના નીચેના ભાગ પર ભાર મૂકે છે. જે કમર અને સાથળની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ આસનનો અભ્યાસ કરવાથી શરીરનું સંતુલન સુધરે છે, તેની સાથે સાથળ, હિપ્સ અને અન્ય સ્નાયુઓ મજબૂત થાય છે. ઉત્કટાસનનો અભ્યાસ કરવા માટે, પહેલા સીધા ઊભા રહો અને તમારા પગને થોડા ફેલાવો. આ સ્થિતિમાં તમારા બંને હાથ આગળ સીધા કરો અને ધીમે ધીમે તમારા ઘૂંટણને વાળો અને તમારા શરીરને નીચે તરફ વાળો, જાણે તમે ખુરશી પર બેઠા હોવ. થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. આ આસનનો અભ્યાસ કરતી વખતે, શરીર ખુરશીના આકારમાં દેખાશે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી ઘણા ફાયદા થાય છે.

ભુજંગાસન: ભુજંગાસનનો અભ્યાસ કમરની ચરબી ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનો અભ્યાસ કરવાથી કમર અને સાથળની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. ભુજંગાસન કરોડરજ્જુને મજબૂત અને ફ્લેક્લિબલ બનાવે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે. ભુજંગાસનનો અભ્યાસ કરવા માટે પહેલા તમારા પેટ પર સૂઈ જાઓ અને તમારા હાથ તમારા ખભા નીચે રાખો. હવે ધીમે-ધીમે તમારા હાથની મદદથી શરીરના ઉપરના ભાગને ઉંચો કરો અને તમારા માથાને પાછળની તરફ વાળીને છાતીને ઉપર ઉઠાવો. થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. શરૂઆતમાં દરરોજ 5-10 વખત આ આસનનો અભ્યાસ કરો.

વીરભદ્રાસન: રોજ વીરભદ્રાસનનો અભ્યાસ કરવાથી કમર અને સાથળ પર જમા થયેલી ચરબી ઓછી થાય છે. વીરભદ્રાસન ચરબી ઓછી કરવામાં મદદ કરે છે તેમજ પગ, હિપ્સ અને ખભાના સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ સાથે આ આસન તમારા બેલેન્સ અને ધ્યાનને સુધારે છે. વીરભદ્રાસનનો અભ્યાસ કરવા માટે સીધા ઊભા રહો અને તમારા પગને થોડા અંતરે રાખો, જમણા પગને 90 ડિગ્રી અને ડાબા પગને થોડો અંદરની તરફ ફેરવો. આ સાથે, તમારા હાથને ખભાની ઊંચાઈ સુધી ઉંચા કરો, હથેળીઓ નીચે તરફ રાખો અને તમારા જમણા ઘૂંટણને વાળો અને તમારા ડાબા પગને સીધો રાખો. આ આસનનો 5-10 વખત અભ્યાસ કરો.

સેતુબંધાસન: બ્રિજ પોઝ કમર અને સાથળની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને કરોડરજ્જુને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે. આ સાથે બ્રિજ પોઝ પાચનતંત્રમાં સુધારો કરે છે અને કબજિયાતની સમસ્યા ઘટાડે છે. બ્રિજ પોઝનો અભ્યાસ કરવા માટે પહેલા તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા ઘૂંટણને વાળો. હવે તમારા પગને જમીન પર રાખો અને તમારા પગની ઘૂંટીઓ હિપ્સની નજીક લાવો. આ દરમિયાન તમારા હાથ શરીરની નજીક રાખો અને ધીમે-ધીમે તમારા હિપ્સને ઉંચા કરો. થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો.

નૌકાસન: રોજ નૌકાસનનો અભ્યાસ કરવાથી કમર અને સાથળની ચરબી ઓછી થાય છે. નૌકાસન પેટ, પીઠ અને પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરનું સંતુલન અને સ્થિરતા સુધારે છે. આ કરવા માટે પીઠ પર સૂઈ જાઓ અને ધીમે ધીમે તમારા પગ અને શરીરના ઉપરના ભાગને ઉંચા કરો. જેથી તમારું શરીર હોડીના આકારમાં દેખાય. આ દરમિયાન તમારા હાથને તમારા પગ તરફ સીધા રાખો. થોડીક સેકન્ડ માટે નૌકાસન સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.






































































