Neer Dosa Recipe : માત્ર 3 વસ્તુથી જ બનાવો ઝટપટ નીર ઢોંસા, અપનાવો આ ટીપ્સ
ભારતમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે આજે આપણે દક્ષિણ ભારતમાં નીર ઢોંસા ફેમસ છે. પરંતુ તે કેટલીક વાર બજાર જેવા ઘરે બનતા નથી. તો આજે સૌથી સરળ અને સ્વાદિષ્ટ નીર ઢોંસા ઘરે કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી જોઈશું.

નીર ઢોંસા બનાવવા માટે કેટલાક ટીપ્સનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. નીર ઢોંસા બનાવવા માટે ચોખા, નારિયેળનું છીણ, સ્વાદ અનુસાર મીઠું, ચણાની દાળ સહિતની વસ્તુની જરુર પડશે.

નીર ઢોંસા બનાવવા માટે સૌથી પહેલા ચોખાને ચોખ્ખા પાણીથી સાફ કરી લો. ત્યારબાદ તેને 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખો. તમે ઈચ્છો તો ચણાની દાળ ઉમેરી શકો છો. તેના માટે દાળને પણ 4 થી 5 કલાક પાણીમાં પલાળીને ઉમેરવું જોઈએ.

હવે ચોખામાં નારિયેળનું છીણ ઉમેરી બારીક પીસી લો. ધ્યાન રાખો કે ચોખાના બેટરમાં કણીઓ ન રહી જાય. તમે ઈચ્છો તો બેટરને ગાળી લો. જેથી નીર ઢોંસા સારી રીતે બની શકે.

એક વાટકી બેટરમાં 2 વાટકીથી વધારે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે એક નોનસ્ટિક તવાને મધ્યમ આંચ પર ગરમ કરો. ધ્યાન રાખો કે તવો વધારે ગરમ ન થાય નહીંતર ખીરું તવા પર ચિપકી જશે.

હવે બેટરને બરાબર મિક્સ કરી તેને તવા પર બેટરને કિનારીથી શરુ કરીને વચ્ચે ગોળ આકારમાં ફેરવીને ખીરું પાથરી લો. ઢોંસાની કિનારી પર તેલ નાખો. જ્યારે ઢોંસાની કિનારી છુટે પછી તેને પ્લેટમાં કાઢી લો. ધ્યાન રાખો કે નીર ઢોંસા ગોલ્ડન ન થવા જોઈએ. હવે તમે ઢોંસાને સંભાર અને ચટણી સાથે પીરસી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
