AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પીરિયડ્સ દરમિયાન દુખાવો કેમ થાય છે?, ડોક્ટરો પાસેથી જાણો કારણ

ડિસમેનોરિયાએ પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો છે. ક્યારેક આ સ્થિતિ મહિલા માટે પીડાદાયક બની જાય છે.પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એ એક પ્રકારનો ચેપ છે જે પ્રજનન અંગોમાં થાય છે. ડિસમેનોરિયાના કારણો વિશે જાણો

| Updated on: Jun 28, 2025 | 7:43 AM
પીરિયડ્સ દરમિયાન દરમિયાન દુખાવો સામાન્ય માનવામાં આવે છે. પીરિયડ્સ પૂર્ણ થતાં જ આ સમસ્યા પણ દૂર થઈ જાય છે. પરંતુ દરેક મહિલાઓ માટે પીરિયડ્સ ક્રેપ્સનો દુખાવો  એક જેવો હોતો નથી. કેટલીક મહિલાઓને આ દુખાવો વધારે થાય છે અને તે અસહ્ય બની જાય છે. આ સ્થિતિને ડિસમેનોરિયા કહેવામાં આવે છે. ક્યારેક આ દુખાવો એટલો તીવ્ર બની જાય છે કે સ્ત્રીઓ માટે તેમના રોજિંદા કામકાજ કરવા મુશ્કેલ બની જાય છે.

1 / 10
સામાન્ય રીતે ડિસમેનોરિયાનો દુખાવો પેટના નીચેના ભાગમાં થાય છે, જે ખંજવાળ જેવું લાગે છે. ડિસમેનોરિયાનો દુખાવો પેટના નીચેના ભાગમાં અને પીઠ અને પગને પણ અસર કરે છે. પ્રશ્ન એ છે કે, કેટલીક સ્ત્રીઓને ડિસમેનોરિયા કેમ થાય છે?

2 / 10
ડિસમેનોરિયા કે પછી પેનફુલ પીરિયડ્સના 2 સ્ટેજ હોય છે. સામાન્ય રીતે પીરિયડ્સ દરમિયાન યુટ્ર્સની લાઈનિંગમાં પ્રોસ્ટાગ્લાન્ડિન્સ મુક્ત થાય છે. આનાથી ગર્ભાશય સંકોચન થાય છે, જે પીડાનું કારણ બને છે. જો કે, ડિસમેનોરિયાના પ્રાથમિક તબક્કામાં આના કારણો હજુ સુધી સ્પષ્ટ રીતે સમજી શકાયા નથી.

3 / 10
આ માટે ગાયનેકનું કહેવું છે કે, પીરિયડ્સ દરમિયાન જ્યારે પ્રોસ્ટગ્લૈન્ડીનનું સ્તર હાઈ થઈ જાય છે. તો મહિલાઓમાં પીરિયડ્સ ક્રેપ્સ વધી જાય છે. જો વાત કરીએ સેકન્ડરી ડિસમેનોરિયાની તો આની પાછળ અનેક પ્રકારના ફિઝિકલ ઈશ્યુઝ જવાબદાર હોય છે. જેમ કે એન્ડોમેટ્રિઓસિસ, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID), અને ફાઇબ્રોઇડ્સ.

4 / 10
જેમ આપણે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રાથમિક ડિસમેનોરિયાના પરિબળો અજાણ છે. જોકે, નિષ્ણાતોના મતે, ગર્ભાશયની અંદરની અસ્તર પ્રોસ્ટાગ્લાન્ડિનનું ઉચ્ચ સ્તર મુક્ત કરે છે. આ હોર્મોન જેવા પદાર્થો છે જે ગર્ભાશયમાં સંકોચનનું કારણ બની શકે છે. આ પ્રકારના દબાણને કારણે, સ્ત્રીઓ માસિક સ્રાવ દરમિયાન પીડા અનુભવવા લાગે છે. આને ડિસમેનોરિયાનો પ્રાથમિક તબક્કો કહેવામાં આવે છે. આ પ્રકારની સમસ્યા યુવાન મહિલાઓમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને, જ્યારે પીરિયડ્સ શરૂ થાય છે.

5 / 10
એન્ડોમેટ્રિઓસિસ આ એક ગંભીર સમસ્યા છે જે સ્ત્રીઓને અસર કરે છે. આ બીમારી હેઠળ યુટ્રેસની બહાર એન્ડોમેટ્રિયલ ટિશ્યુ ડેવલપ થાય છે. જેનાથી દુખાવો ,બ્લીડિંગ અને સોજો જેવી સામાન્ય સમસ્યાઓ થવા લાગે છે. જે મહિલાઓને એન્ડોમેટ્રિઓસિસ હોય છે. તેનામાં ડિસમેનોરિયા ખુબ સામાન્ય છે. તેના પીરિયડ્સ અનિયમિત હોય છે તેમજ કેટલીક વખત 2 પીરિયડ્સ વચ્ચે સ્પોર્ટિંગ કે બ્લીડિંગ થવા લાગે છે.

6 / 10
 પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એ એક પ્રકારનો ચેપ છે જે પ્રજનન અંગોમાં થાય છે. જ્યારે કોઈ સ્ત્રીને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ હોય છે, ત્યારે તેણીને પેલ્વિક વિસ્તારમાં ખૂબ દુખાવો થાય છે. ઉપરાંત, તેણીને પીરિયડ્સ દરમિયાન ડિસમેનોરિયાનો સામનો કરવો પડે છે.

7 / 10
ફાઇબ્રોઇડ્સનો અર્થ ગર્ભાશયની અંદર નાના કોથળીઓની હાજરી છે. સામાન્ય રીતે આ કેન્સર વિનાના હોય છે. પરંતુ, આને કારણે, સ્ત્રીને ભારે રક્તસ્ત્રાવ થાય છે અને ડિસમેનોરિયાની સમસ્યા પણ જોવા મળે છે.

8 / 10
તમને જણાવી દઈએ કે, પીરિયડ્સ ક્રેપ્સ અને ડિસમેનોરિયા એક જ વસ્તુ હોય છે. ડિસમેનોરિયા પીરિયડ્સ ક્રેપ્સનું મેડિકલ ટર્મ છે. આ સ્થિતિમાં મહિલાના પેટના નીચેના ભાગે ખુબદુખાવો થાય છે. ખેંચાણ ઉપરાંત, સ્ત્રીને થાક, નબળાઈ, ઉબકા વગેરે જેવી સમસ્યાઓ પણ અનુભવી શકે છે.

9 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

10 / 10

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">