IND vs ENG: એકની સદી વ્યર્થ ગઈ, બીજાની કારકિર્દી જોખમમાં ! ઈંગ્લેન્ડ સામેની ODI ટીમમાંથી બહાર રહ્યા 5 મોટા નામ
ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર થતાં કેટલીક પસંદગીઓ ચર્ચાનો વિષય બની છે. જ્યાં ઘણા યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે, ત્યાં કેટલાક મોટા નામોને બહાર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને પંત, જયસ્વાલ અને સિરાજની ગેરહાજરીએ ચાહકો અને નિષ્ણાતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે BCCI દ્વારા જાહેર કરાયેલી ટીમમાં ઘણા નવા અને અનુભવી ખેલાડીઓને સ્થાન મળ્યું છે, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમણે તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું હોવા છતાં પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો નથી. આ પાંચ ખેલાડીઓની ગેરહાજરી સૌથી વધુ ચર્ચામાં છે.

રિષભ પંત માટે આ વધુ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ઉપયોગી ઈનિંગ રમ્યા બાદ પણ તેને ODI ટીમમાં સ્થાન મળ્યું નથી. IPL 2026માં પણ તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હોવાથી તેની વાપસીનો રસ્તો વધુ મુશ્કેલ બન્યો છે.

યશસ્વી જયસ્વાલએ અફઘાનિસ્તાન સામેની છેલ્લી ODIમાં અણનમ 110 રનની શાનદાર સદી ફટકારી હતી. માત્ર છ ઈનિંગમાં બે ODI સદી ફટકારનાર આ યુવા બેટ્સમેનને ટીમમાં સ્થાન નહીં મળતા ક્રિકેટ ચાહકો શોકમાં છે.

મોહમ્મદ સિરાજ પણ બહાર રહેલા મોટા નામોમાં સામેલ છે. ભારત માટે 50 ODIમાં 76 વિકેટ લેનારા સિરાજ છેલ્લા કેટલાક સમયથી લય શોધી રહ્યો છે. છેલ્લી 10 ODIમાં માત્ર 9 વિકેટ મળતા પસંદગીકારોએ અન્ય બોલરો પર વિશ્વાસ દર્શાવ્યો છે.

હર્ષ દુબેએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં અસરકારક બોલિંગ કરી હતી. પ્રથમ મેચમાં ત્રણ વિકેટ અને ત્રીજી મેચમાં મહત્વની સફળતા મેળવવા છતાં તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી, જે ઘણા નિષ્ણાતો માટે આશ્ચર્યજનક નિર્ણય છે.

મોહમ્મદ શમીની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની છે. ભારત માટે 108 ODIમાં 206 વિકેટ લેનારા આ અનુભવી ફાસ્ટ બોલર માર્ચ 2025 પછી સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યો છે. IPL 2026માં પણ તેનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું, જેના કારણે પસંદગીકારોએ યુવા વિકલ્પોને પ્રાથમિકતા આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. (PC:PTI/X)
Breaking News : 2 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન પણ થયો 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ફેન, BCCI ને આપી ચેતવણી
