AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી, કોર્ટે કેસ કર્યો બંધ

Breaking News : હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી, કોર્ટે કેસ કર્યો બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2026 | 1:28 PM
Share

હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા, અશોક જીરાવાલા સામે કેસ પરત ખેંચાયો છે. કેસ કેન્સલ કરવાનો આદેશ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.

સુરતમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી છે. 8 વર્ષ પહેલાં પાટીદાર આંદોલન વખતે નોંધાયેલો જાહેરનામા ભંગનો કેસ સરકારે પરત ખેંચાયો છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા , અશોક જીરાવાલા સહિતના આગેવાનો સામે કેસ પરત ખેંચાયો છે.

સુરત કોર્ટે CrPC 321 મુજબ કેસ કેન્સલ કરવાનો આદેશ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. વર્ષ 2018માં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવવા જતાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. કેસ ચલાવવો જાહેર જનતાના હિતમાં ન હોવાને કારણે કોર્ટે આ કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા

વર્ષ 2018માં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવવા જતાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. કેસ કેન્સલ કરવાનો આદેશ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.

પાટીદાર અનામત આંદોલન

સુરતમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી, ગુજરાતમાં 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલની જંગી જનસભા બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓ દ્વારા તોફાન મચાવવામાં આવ્યુ હતુ. અનામતની માંગ સાથે થયેલા આ આંદોલને ગુજરાતભરમાં વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે આંદોલન દરમિયાન ઉભરીને આવેલા અનેક ચહેરાઓ વિવિધ રાજકીય પાર્ટી સાથે પણ જોડાઈ ચુક્યા છે. જેમા આંદોલનના મુખ્ય કર્તા હર્તા હાર્દિક પટેલ ખુદ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે અને વિરમગામથી ભાજપના ધારાસભ્ય છે. જ્યારે રેશમા પટેલ NCPમાં જોડાઈ ગયા હતા. વરૂણ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.

 

 

કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ પકડી ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલનો આવો છે પરિવાર, જુઓ ફોટો અહી ક્લિક કરો

Published on: Jun 23, 2026 01:20 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">