AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલમાં પોલીસે કરોડોનો દારુ પકડ્યો, GRD જવાને બૂટલેગરને લાખ્ખોમાં વેચી માર્યો, જુઓ વીડિયો

પંચમહાલમાં પોલીસે કરોડોનો દારુ પકડ્યો, GRD જવાને બૂટલેગરને લાખ્ખોમાં વેચી માર્યો, જુઓ વીડિયો

| Updated on: Jun 23, 2026 | 3:39 PM
Share

કાંકણપુર પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે કાર્યરત નરેન્દ્ર રણછોડ બારિયા પર આરોપ છે કે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા અંદાજે રૂ. 15.20 લાખના વિદેશી દારૂનો જથ્થો બૂટલેગર સુધી પહોંચાડ્યો હતો. આ સમગ્ર મામલામાં બૂટલેગર પ્રવિણસિંહ રતનસિંહ પરમારની પણ સંડોવણી સામે આવી છે.

પંચમહાલ જિલ્લામાં કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન સામે ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસ વિભાગમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં આરોપ એવો છે કે, જીઆરડી જવાને, પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વિદેશી દારૂના જથ્થાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરીને બૂટલેગરને વેચાણ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણપુર પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે કાર્યરત નરેન્દ્ર રણછોડ બારિયા પર આરોપ છે કે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા અંદાજે રૂ. 15.20 લાખના વિદેશી દારૂનો જથ્થો બૂટલેગર સુધી પહોંચાડ્યો હતો. આ સમગ્ર મામલામાં બૂટલેગર પ્રવિણસિંહ રતનસિંહ પરમારની પણ સંડોવણી સામે આવી છે.

પોલીસે બંને આરોપીઓ—GRD જવાન નરેન્દ્ર બારિયા અને બૂટલેગર પ્રવિણસિંહ પરમારની ધરપકડ કરી છે અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટનાએ પોલીસ વિભાગની આંતરિક કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે અને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ કેસ અંગે પોલીસ દ્વારા મીડિયાને કોઈ વિગત આપવામાં આવી નથી. સામાન્ય રીતે આરોપીઓ અંગે ફોટા અને વીડિયો જાહેર કરતી પોલીસ આ કેસમાં મૌન રહી છે, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Breaking News : મુંબઈને આવરીને ગુજરાત સુધી પહોંચ્યુ ચોમાસુ, ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આટલા વિસ્તારને આવરી લેશે

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">