AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Breaking News : સિંહોનું વેકેશન આજથી શરુ! ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ ! જુઓ Video

Gir Breaking News : સિંહોનું વેકેશન આજથી શરુ! ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2026 | 2:43 PM
Share

સાસણ ગીર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે આગામી ચાર મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. આ વર્ષે વરસાદની અનિયમિતતા કારણે દર વર્ષની તુલનામાં એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી અભ્યારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાસણ ગીર અભ્યારણ્ય દર વર્ષે ચોમાસા દરમિયાન નિર્ધારિત સમય માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. આ વર્ષે પણ 23 જૂનથી અભ્યારણ્યને અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય વન્યજીવોના સંવર્ધન, સિંહોના સંવનન કાળ અને ચોમાસામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

અભ્યારણ્ય બંધ કરવાનો મુખ્ય કારણ સિંહોના મેટિંગ કાળ ઉપરાંત ચોમાસા દરમિયાન જંગલના રસ્તાઓ ખરાબ થવા અને પ્રવાસીઓની સુરક્ષા છે. આ સમયગાળા દરમિયાન વન્યજીવોના સંવર્ધનને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે આ નિર્ણય દર વર્ષે લેવામાં આવે છે. ગઈ કાલે 22 જૂને છેલ્લા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી અને ખુલ્લામાં વિહરતા સિંહો તથા વન્યજીવનના દૃશ્યો નિહાળીને અનુભવ લીધો હતો.

પાર્કમાં અંદાજે 11 લાખ જેટલા પ્રવાસીઓએ લીધી મુલાકાત

ચાલુ વર્ષે ગીર અભ્યારણ્ય અને દેવળીયા સફારી પાર્કમાં અંદાજે 11 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જે ગયા વર્ષની તુલનામાં વધારો દર્શાવે છે. જોકે દેવળીયા સફારી પાર્ક સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે. જ્યારે ગીર અભ્યારણ્ય દર વર્ષે ચોમાસા દરમિયાન નિયત સમય માટે બંધ રાખવામાં આવે છે.

આ પણ વાંચો, Surat Breaking News : નાસીરનગર ડિમોલિશન કેસમાં તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસા, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

Published on: Jun 23, 2026 02:42 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">