AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Qatar Breaking News : કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ, 24 કલાકથી સંપર્ક વિહોણો ! જુઓ Video

Surat Qatar Breaking News : કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ, 24 કલાકથી સંપર્ક વિહોણો ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2026 | 2:39 PM
Share

કતારના રાસ લાફાન વિસ્તારમાં આવેલી એક નેચરલ ગેસ અને પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 12 ભારતીય કામદારોના મોતના અહેવાલ મળ્યા છે. જ્યારે અન્ય કર્મચારીઓ વિશે હજી માહિતી નથી.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ચાલુ થતાની સાથે જ દુબઈ નજીક આવેલા કતારની એક પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટ થયો છે. કતારની સ્ટેક કંપનીમાં સુરતનો સની ચંપકભાઈ પટેલ એમ્પ્લોઇ તરીકે કામ કરતો હતો. સનીનો ભાઈ રવિ પણ કતાર ખાતે અન્ય કંપનીમાં કામ કરે છે. ઘટનાની જાણ થતા રવિ પણ પોતાના ભાઈ સનીને શોધી રહ્યો છે પણ હજુ સુધી કોઈપણ જાતની માહિતી મળી નથી. સની ચંપકભાઈ પટેલનો છેલ્લા 24 કલાકથી પરિવાર સાથે સંપર્ક થયો નથી.

સનીનો સંપર્ક ન થવાતી પરિવાર અને તેના ગામમાં તમામ લોકોની વધી ચિંતા

આ પેટ્રોલિયમ કંપનીમાં મોટા પ્રમાણમાં ભારતીય અને તેમાં પણ ગુજરાતના યુવાનો કામ કરે છે. કતારના બરજન ખાતે આવેલી આ કંપનીમાં બનેલી ઘટના બાદ સનીના પરિવાર અને તેના ગામમાં તમામ લોકોની ચિંતા વધી છે. કતાર એમ્બેસી અને ભારત એમ્બેસીનો સતત પરીવાર સંપર્ક કરી રહ્યા છે પણ હજુ સુધી કોઈ વિગત મળી નથી. હાલ સનીના ઘરમાં સમગ્ર વિસ્તારના લોકો સનીના સમાચાર મળે તે માટે રાહ જોઈ રહ્યા છે.

કતારની કંપનીઓમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના ગુજરાતી યુવાનો મોટી સંખ્યામાં કામ કરે છે. સની માત્ર આઠ મહિના પહેલા જ કામ માટે ગયો હતો. સની મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો હતો. નોકરી પર જતા પહેલા અને નોકરીથી આવ્યા બાદ સુરત ખાતે રહેતી પત્નીને સની કોલ કરતો હતો.

આ પણ વાંચો, Breaking News : હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી, કોર્ટે કેસ કર્યો બંધ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">