ભાજપ ફક્ત ચૂંટણી નથી જીત્યું, પરંતુ નરેન્દ્ર મોદી દેશમાં જવાહરલાલ નહેરુ બાદ આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ PM બન્યા
ભારતના વડા પ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના નેતા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા. વર્ષ 1947 થી 2024 સુધીમાં ભારતે 15 વડાપ્રધાન જોયા છે. પરંતુ ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા 2024ની ચૂંટણી જીતી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં નહેરુ બાદ દેશના બીજા અને પ્રથમ એવા ગુજરાતી બન્યા છે જે સતત ત્રીજી વાર PM બનવાનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ આ પદ પર સૌથી લાંબા સમય સુધી રહ્યા હતા. સૌથી ઓછા સમયગાળા માટે વડાપ્રધાન પદ સંભાળનાર વડાપ્રધાન ગુલઝારી લાલ નંદા છે. નંદા ભારતના પ્રથમ કાર્યકારી વડા પ્રધાન પણ હતા અને તેમણે 13 દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું.

હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો 26 May 2014ના રોજ પ્રધાનમંત્રી તરીકે તેમની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી બે વખત સતત તેઓ પ્રધાનમંત્રી બની ચૂક્યા છે. હાલમાં લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં ભાજપ ચૂંટણી જીત્યું અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં પ્રથમ ગુજરાતી PM હશે જે સતત ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બનશે.

જવાહરલાલ નેહરુ કુલ 16 years, 286 days સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. ઈન્દિરા ગાંધી 11 years, 59 days રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષ થી વધુનો સમય પ્રધાનમંત્રી છે. જોકે હવે આ ત્રીજી ટર્મમાં જીત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી હવે ત્રીજી ટર્મની કમાન સંભાળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના એક ગુજરાતી પરિવારમાં જન્મ લીધો છે. બાળપણમાં તેમના પિતાને ચા વેચવામાં મદદ કરી હતી અને પછીથી પોતાનો સ્ટોલ ચલાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે, તેઓ RSSમાં જોડાયા, જેની સાથે તેઓ લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. સ્નાતક થયા પછી, તેમણે પોતાનું ઘર છોડી દીધું.

મોદીએ બે વર્ષ સુધી ભારતભરમાં પ્રવાસ કર્યો અને અનેક ધાર્મિક કેન્દ્રોની મુલાકાત લીધી. તેઓ 1969 અથવા 1970 માં ગુજરાત પાછા ફર્યા અને પછી અમદાવાદ ગયા. 1971 માં, તેઓ RSS માટે પૂર્ણ-સમયના કાર્યકર બન્યા. તેઓ 1985 માં ભાજપમાં જોડાયા હતા અને 2001 સુધી પક્ષના વંશવેલોમાં અનેક હોદ્દા પર રહ્યા હતા, જ્યાંથી તેઓ ધીમે ધીમે ભાજપમાં સચિવના પદ સુધી પહોંચ્યા હતા. અને 26 મે 2014ના રોજ તેઓ પ્રધાનમંત્રી બન્યા. મહત્વનું છે કે આ પહેલા અનેક પ્રધાનમંત્રી હતા. પરંતુ રાજકારણના ઇતિહાસમાં 2024ની લોકસભામાં જીત મેળવ્યા બાદ સતત ત્રીજી ટર્મ સુધી પ્રધાનમંત્રી રહેનાર એક માત્ર નરેન્દ્ર મોદી હશે.