CBSE-12ના ફિઝિકસના પેપરમાં મેળવો 90 ટકાથી વધુ માર્ક્સ, ફોલો કરો સરળ ટીપ્સ
CBSE ધોરણ-12ની એક્ઝામ 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ફિઝિક્સનું પેપર 4 માર્ચે લેવામાં આવશે. ધોરણ-12માંના વિદ્યાર્થીઓ અહીં દર્શાવેલી સરળ ટીપ્સ અપનાવીને ફિઝિક્સમાં સારા માર્ક્સ મેળવી શકે છે.

CBSE ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ બહાર પાડવામાં આવી છે. બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. વિદ્યાર્થીઓ પાસે હવે તૈયારી કરવા માટે એક મહિના કરતાં ઓછો સમય બાકી છે. CBSE ધોરણ-12માં ફિઝિક્સ વિષયનું પેપર 4 માર્ચે સવારે 10.30 થી 1.30 દરમિયાન લેવામાં આવશે. વિદ્યાર્થીઓ ફિઝિકિસના પેપરમાં 80 થી 90 ટકા માર્ક્સ સાથે સરળતાથી પાસ થઈ શકે છે. ચાલો જાણીએ કે કઈ ટિપ્સ સાથે વિદ્યાર્થીઓ આ પેપરમાં સારી તૈયારી કરીને વધારે માર્કસ મેળવી શકે.

કોર્ષ સમજો-પ્લાન બનાવો : બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરતી વખતે વિદ્યાર્થીઓએ ફિઝિક્સના કોર્ષને સમજવો જોઈએ અને તે મુજબ તેમની તૈયારીનું આયોજન કરવું જોઈએ. અભ્યાસક્રમને બે ભાગમાં વિભાજીત કરો, મુશ્કેલ પ્રકરણ અને સરળ પ્રકરણ. સૌ પ્રથમ, તમે જે વિષયોમાં નબળા છો તે વિષયો તૈયાર કરો અને તેમાં સુધારો કરો અને પછી સરળ વિષયોની તૈયારી કરો. દરેક પ્રકરણની તૈયારી શરૂ કરતા પહેલા, અગાઉ તૈયાર કરેલા પ્રકરણોમાં સુધારો કરવાનું ભૂલશો નહીં.

3 વર્ષ જૂના પેપર સોલ્વ કરો : પરીક્ષાની પેટર્ન સમજવા માટે વિદ્યાર્થીઓએ CBSE દ્વારા જાહેર કરાયેલા નમૂનાના પેપરો અને ત્રણ વર્ષ જૂના ફિઝિક્સના પેપરો પણ ઉકેલવા જોઈએ. તેનાથી વિદ્યાર્થીઓ સમગ્ર પેપર પેટર્ન સમજી શકશે અને શું અભ્યાસ કરવો અને કેવી રીતે તૈયારી કરવી તે ખબર પડશે. NCERT પુસ્તકોમાંથી જ તૈયારી કરવી જોઈએ.

ન્યુમેરિકલ પર વધુ ધ્યાન આપો : ન્યુમેરિકલ પેપેરમાં વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી શકે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ આ ન્યુમેરિકલ પેપરની સારી રીતે તૈયાર કરવી જોઈએ અને તેને સુધારવી પણ જોઈએ. આની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓએ શક્ય તેટલી વધુ મોક ટેસ્ટ આપવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સૂત્રો યાદ રાખવા જોઈએ અને દરરોજ તેનો અભ્યાસ કરવો જોઈએ.

છેલ્લી ઘડીમાં તૈયારીની ટીપ્સ : છેલ્લી ઘડીના રિવિઝન કરવા માટે નોટ બનાવેલી તૈયાર રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નોટમાં મહત્વપૂર્ણ વિષયો અને તમામ સૂત્રોનો સમાવેશ કરી શકાય છે. જેથી કરીને એક સાથે બધા સુત્રો યાદ રાખી શકાય. પરીક્ષાના 7 દિવસ બાકી હોય ત્યારે નોટ પર એક નજર અવશ્ય કરી લેવી જોઈએ.
