ગુજરાતમા વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ, રાજકોટમાં 9.5, ડીસામાં 10.8 ડિગ્રી નોંધાઈ ઠંડી
Today's Weather : ગુજરાતમાં વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને 8 ડિગ્રીએ પહોચી ગયો છે. ઉતર- ઉતર પૂર્વ તરફથી વહેતા ઠંડા હીમ પવનને કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો છે.
Gujarat Weather News : ગુજરાતમાં આજે રવિવારના રોજ ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છમાં નોંધાઈ છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો એકાએક ગગડીને 8 ડિગ્રીએ પહોચી ગયો છે. જે સામાન્ય કરતા 1 ડિગ્રી ઓછી છે. રાજકોટમાં પણ સામાન્ય તાપમાન કરતા લઘુતમ તાપમાન 3 ડિગ્રી જેટલું ગગડ્યું છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.5 ડિગ્રીએ અટકયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં 10.8 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
જો સૌરાષ્ટ્રના શહેરોમાં નોંધાયેલ ઠંડીની વાત કરીએ તો, ભાવનગરમાં 14.6 ડિગ્રી, ભૂજમાં 11.2 ડિગ્રી, દ્વારકામા 14.9 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, ઓખામાં 18.5 ડિગ્રી, પોરબંદરમાં 13.9 ડિગ્રી અને વેરાવળમાં 16.9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
અમદાવાદમાં ઠંડીનો પારો 14 ડિગ્રીએ અટક્યો છે. જ્યારે રાજ્યના સૌથી હરિયાળા નગર તરીકે ઓળખ પામેલા ગાંધીનગરમાં 12 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. વડોદરામાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
