પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા, 16 રાજ્યોના 1500થી વધુ તરવૈયાઓ જોડાયા, જુઓ Video
પોરબંદરમાં દેશના 16 રાજ્યોના 1500થી વધારે તરવૈયાઓ વચ્ચે યોજાઈ તરણ સ્પર્ધા. શ્રીરામ સી-સ્વીમિંગ ક્લબે કર્યું સ્વીમિંગ સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં 500 મીટરથી 15 કિલોમીટર સુધીની શ્રેણીઓમાં 18 વર્ષના યુવાઓથી લઈને 80 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ ભાગ લીધો.
પોરબંદરમાં શિયાળાની ઠંડી વચ્ચે અનોખી સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરિયાના તોફાની મોજા વચ્ચે તરવૈયાઓએ ભાગ લીધો. આ સ્પર્ધાનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું, અને સ્પર્ધા પારંપારિક સ્વિમિંગ પૂલમાં નહીં, પરંતુ સમુદ્રની લહેરો વચ્ચે યોજાઈ હતી.
આ સ્પર્ધામાં દેશના 16 રાજ્યોના 1500 થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા 500 મીટરથી લઈને 15 કિલોમીટર સુધીની હતી, જેમાં 18 વર્ષના યુવાનોથી લઈને 80 વર્ષ સુધીના વૃદ્ધો પણ ભાગ લેતા જોવા મળ્યા. આ અનુભવ પ્રતિકૂળ લહેરો અને ઠંડીની વચ્ચે સહભાગીઓ માટે એક અનોખું અને સાહસિક અનુભવ બની રહ્યો.
આ સ્પર્ધાનું આયોજન પહેલા માત્ર રાજ્ય કક્ષાએ થતું હતું. પણ તાજેતરમાં મળેલા ઉત્તમ પ્રતિસાદને ધ્યાને રાખીને હવે તેને રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. સમુદ્રમાં તરવું ફિઝીકલી કપરું છે, છતાં લોકપ્રિયતા અને એડવેન્ચરપ્રેમી લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. આ સ્પર્ધા પ્રેમીઓ અને ભવિષ્યના તરવૈયાઓ માટે પ્રેરણા રૂપ છે. સમય જતાં આ સ્પર્ધામાં ભાગ લેવાનો પણ ક્રેઝ વધી રહ્યો છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
