સીબીએસઈ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ ભારતની બધી જ સ્કૂલોનું શિક્ષણ બોર્ડ છે. તેનું આખું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE છે. ભારતની અંગ્રેજી માધ્યમની લગભગ શાળાઓ તેની સાથે જોડાયેલી છે.
આ CBSEમાં કેન્દ્રીય વિદ્યાલયો, 1761 ગવર્નમેન્ટ શાળાઓ, 5827 ખાનગી સ્કૂલો તેમજ 480 જવાહર નવોદય વિદ્યાલય અને 14 કેન્દ્રીય તિબેટીયન શાળાઓનો સમાવેશ થાય છે. ભારત સરકારે આઝાદીના 75 વર્ષ પછી આ સંસ્થાને પહેલી વાર ભારતીય શિક્ષણ બોર્ડને માન્યતા આપી છે. આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે : અસતો મા સદ્ ગમય એટલે કે હે પ્રભુ ! અમને અસત્યમાંથી બહાર લાવીને સત્ય તરફ લઈ જાવ.
આ બોર્ડ પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીના અભ્યાસક્રમ તૈયાર કરે છે તેમજ વર્ષની મુખ્ય 2 પરીક્ષાઓનું આયોજન પણ કરે છે.