Women’s health : પીરિયડ્સ દરમિયાન કમરમાં દુખાવો કેમ થાય છે? તેનું કારણ જાણો
કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કમરમાં ખુબ જ દુખાવો થતો હોય છે. તો ચાલો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટ સીરિઝમાં આ વિશે વિસ્તારથી વાત કરીશુ.

પીરિયડ્સ દરમિયાન શારીરિક અને માનસિક ફેરફારમાંથી પસાર થવું પડતું હોય છે. આ દરમિયાન મોટાભાગની મહિલાઓને પેટ અને પીઠના નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે. કોઈ મહિલાને સામાન્ય દુખાવો થતો હોય છે તો કેટલીક મહિલાને ખુબ જ વધારે દુખાવો થતો હોય છે.

પીરિયડ્સ દરમિયાન કમરના દુખાવાની સમસ્યા સામાન્ય છે.મહિલાઓના મનમાં સવાલ થાય છે કે, પીરિયડ્સ દરમિાન કમરમાં દુખાવો કેમ થાય છે? તો આ વિશે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

પીરિયડ્સ દરમિયાન કમરમાં દુખાવો થવા પાછળનું મુખ્ય કારણ હોર્મોન્સમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, પીરિયડ્સ દરમિયાન શરીરમાં ગર્ભાશયની પરતને દુર કરવા માટે પ્રોસ્ટાગ્લેડીન હોર્મોન રિલીઝ કરે છે. જ્યારે આ હોર્મોન મોટી માત્રામાં રિલીઝ થાય છે. ત્યારે કમરમાં દુખાવો થઈ શકે છે. આ દુખાવો ખુબ વધારે હોય છે.

પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયની પરત બહાર નીકળે છે. જ્યારે ગર્ભાશય પોતાની પરતને બહાર નીકાળવા માટે સંકોચાય છે. તો આના કારણે કમરમાં ખુબ વધારે દુખાવો થાય છે. ગર્ભાશય સંકોચવાનું કારણ પેટ અને પીઠના નીચેના ભાગમાં દુખાવો હોય શકે છે. ગર્ભાશયના સંકોચનથી પણ રક્ત પ્રવાહ અવરોધાય છે, જેના કારણે દુખાવો થાય છે.

જો પીરિયડ્સ દરમિયાન કમરનો દુખાવો થાય તો શું કરવું?જો તમને તમારા પીરિયડ્સ દરમિયાન અસહ્ય કમરનો દુખાવો થાય છે, તો તમે રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો અજમાવી શકો છો.

તમે દુખાવામાં રાહત મેળવવા માટે હીટિંગ પેડનો ઉપયોગ કરી શકો છો.તમે તમારા પીરિયડ્સ દરમિયાન કમરના દુખાવામાં રાહત મેળવવા માટે આઈસ પેક પણ લગાવી શકો છો.

તમે કમરનો દુખાવો ઓછો કરવા માટે હળવી કસરતો કરી શકો છો.જો તમને પણ તમારા પીરિયડ્સ દરમિયાન તીવ્ર કમરનો દુખાવો થાય છે, તો તેને અવગણશો નહીં. જો દુખાવો વધારે હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
