AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ઈન્દિરા બ્રિજની હાલત દયનીય, સમયસર મરામતના અભાવે વધ્યો અકસ્માતનો ખતરો, સરકાર તરફથી થયો ખુલાસો

Fact Check: ઈન્દિરા બ્રિજની હાલત દયનીય, સમયસર મરામતના અભાવે વધ્યો અકસ્માતનો ખતરો, સરકાર તરફથી થયો ખુલાસો

| Updated on: Jan 04, 2026 | 12:55 PM
Share

અમદાવાદ અને ગાંધીનગરને જોડતો મહત્વપૂર્ણ ઈન્દિરા બ્રિજ હવે પોતાની હાલતને લઈને પ્રશ્નોના ઘેરામાં આવી ગયો છે. દરરોજ હજારો વાહનચાલકો માટે મહત્વપૂર્ણ એવા આ બ્રિજ પર હવે તૂટેલા રસ્તા, ખાડા અને નબળી સપાટી વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. સમયસર મરામત ન થવાને કારણે બ્રિજની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે.

વાહનો માટે અકસ્માતનો ખતરો વધ્યો

સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે બ્રિજ પર રસ્તો અનેક જગ્યાએ તૂટી ગયો છે, જેના કારણે ખાસ કરીને બાઇક ચાલકો અને નાના વાહનો માટે અકસ્માતનો ખતરો વધ્યો છે. રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. બ્રિજ પરથી પસાર થતી વખતે વાહનચાલકોને ધીમે વાહન ચલાવવું પડે છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ રહી છે.

સરકારે કર્યો ખુલાસો

શહેરી વિસ્તારોમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આવા મહત્વપૂર્ણ બ્રિજની સતત દેખરેખ અને મરામત અત્યંત જરૂરી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ બ્રિજ મોટી દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 04, 2026 11:55 AM
g clip-path="url(#clip0_868_265)">