શું તમે પણ રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવો છો ? શું આ આદત ખરેખર લાભદાયી છે કે પછી કોઈ સમસ્યાનું કારણ છે?
શું તમે પણ માનો છો કે, હળદરવાળું દૂધ તમારા સ્વાસ્થ્ય પર ફક્તને ફક્ત સકારાત્મક રીતે અસર કરે છે? જો હા, તો તમારે આ ગેરસમજને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ.

ઔષધીય ગુણોથી ભરપૂર હળદરવાળું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ત્યારે જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જ્યારે તમે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે તમારા ડાયટ પ્લાનનો ભાગ બનાવો છો.

સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મકને બદલે નકારાત્મક અસર પડી શકે છે. આરોગ્ય નિષ્ણાતના મતે, સૂતા પહેલા હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, કારણ કે તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

જણાવી દઈએ કે, રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડવાની શક્યતા છે. જો તમે પેટની સમસ્યાઓથી બચવા માંગતા હોવ, તો આ આદત છોડી દો. રાત્રે હળદરવાળું દૂધ પીવાથી પેટમાં દુખાવો, ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો તમે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીશો, તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. વધુમાં, જો તમને કિડનીમાં પથરી હોય, તો તમારે હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. વધુ પડતું હળદરવાળું દૂધ પીવાથી લીવર પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

બીજું કે, હળદરવાળું દૂધ બ્લડ સુગર લેવલ ઘટાડે છે. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે ડૉક્ટરની સલાહ લીધા વિના હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, નહીં તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ધ્યાન રાખો કે, તમારે સવારે ખાલી પેટે હળદરવાળું દૂધ પીવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી અથવા હાર્ટ-બર્ન જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે, નાસ્તા પછી હળદરવાળું દૂધ પી શકાય છે.
Disclaimer: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 Gujarati આની સંપૂર્ણપણે પુષ્ટિ કરતું નથી.
Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.
