6 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કર્યા, પિતા-પુત્ર ઈન્ડસ્ટ્રીમાં વિવાદોમાં રહ્યા, આવો છે પરિવાર
આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરીશું. જેના મોટાભાગના સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પરંતુ આ પરિવારમાં બાપ-દીકરો ખુબ ચર્ચામાં રહ્યા છે. પિતા પોતાના લવ અફેરના કારણે તો દીકરો અભિનેત્રીની આત્મહત્યાના કેસમાં ચર્ચામાં રહ્યો હતો.

બોલિવૂડના ફેમસ અભિનેતા આદિત્ય પંચોલી 4 જાન્યુઆરીએ પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની પર્સનલ લાઈફ પણ અનેક વખત ચર્ચાનો વિષય રહી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંબંધો જટિલ હોય છે. સીક્રેટ રોમાન્સ,બ્રેકઅપ, અફેર અને છૂટાછેડા સાથે જોડાયેલા સમાચાર તમે જોયા હશે. આજે આપણે એક આવા જ પરિવાર વિશે વાત કરીશું. જેના પરિવારના મોટાભાગના સભ્યો કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહ્યા છે.

આદિત્ય પંચોલીનો પરિવાર જુઓ

આદિત્ય પંચોલીનો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે. જે હિન્દી સિનેમામાં કામ કરે છે. આદિત્ય પંચોલીનો પરિવાર જુઓ

આદિત્ય પંચોલીનો જન્મ દલસુખ પંચોલીના નાના ભાઈ રાજન પંચોલીને ત્યાં થયો હતો, પરિવાર દિગ્દર્શકો-નિર્માતા તરીકે ફેમસ હતો, જેમણે પહેલી પંજાબી ફિલ્મ રજૂ કરી હતી અને ભાગલા પહેલા લાહોરમાં સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો, પંચોલી આર્ટ્સ પણ હતો.

આદિત્ય પંચોલીની બહેનના લગ્ન ભૂતપૂર્વ અભિનેતા જૈનેન્દ્ર પ્રતાપ સિંહ સાથે થયા છે,તેમની ભત્રીજી અભિનેત્રી અદિતિ સિંહ છે. અદિતિ પણ તમિલ, હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

1985માં શહાદત ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર આદિત્ય પંચોલી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, જોકે, તેમના અભિનય ઉપરાંત, તેઓ તેમના વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા છે.

આજે 4 જાન્યુઆરી, આ અભિનેતા તેમનો 61મો જન્મદિવસ ઉજવે છે. તો ચાલો તેમની શરૂઆતની કારકિર્દી અને તેમની આસપાસના વિવાદો વિશે જાણીએ.

આદિત્ય પંચોલીએ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક ખાસ છાપ છોડી છે. પોતાના પ્રોફેશનલ લાઇફની સાથે સાથે આ અભિનેતા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ સમાચારમાં રહ્યા છે.

આદિત્ય પંચોલી પર પાડોશી પર હુમલો કરવાનો, ડીજે બાઉન્સર પર હુમલો કરવાનો અને 15 વર્ષની નોકરાણી પર બળાત્કાર કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. તેમનું નામ અનેક વિવાદો સાથે જોડાયેલું છે.

તેમના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આદિત્યએ 1986માં અભિનેત્રી ઝરીના વહાબ સાથે લગ્ન કર્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાના સંબંધો વિશે વાત કરતા ખુલાસો કર્યો હતો કે તેઓ કલંક કા ટીકાના સેટ પર મળ્યા હતા. ઘણા લોકો તેને કહેતા હતા કે આ લગ્ન ટકશે નહીં, છતાં અભિનેત્રીએ થોડા સમય પછી આદિત્ય સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

અભિનેતા સોશિયલ મીડિયા પર ખુબ ઓછા એક્ટિવ રહે છે.

આદિત્ય પંચોલી અને ઝરીના વહાબને બે બાળકો છે, સૂરજ પંચોલી અને સના પંચોલી. સૂરજ પંચોલીએ ફિલ્મ હીરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
