Gold Return: છેલ્લા 6 વર્ષમાં સોનાએ કરાવી બમ્પર કમાણી, રોકાણકારોને આપ્યું 200% થી વધુ વળતર
આજે શુક્રવારે ₹1,36,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ સોનાનો ભાવ ટ્રેડ થઈ રહ્યો છે. CNBC Aawaz and Sanjay B ZUmaniના મતે સોનાના ભાવમાં વધારો થવાથી લગભગ છેલ્લા છ વર્ષમાં 200 ટકાથી વધુ પ્રભાવશાળી વળતર મળ્યું છે, જ્યારે નિફ્ટી 50 એ લગભગ 120 ટકા વળતર આપ્યું છે.

છેલ્લા છ વર્ષમાં, સોનાએ શેરબજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. આ મુખ્યત્વે વૈશ્વિક બજારની અનિશ્ચિતતા, નાણાકીય હળવાશ અને કેન્દ્રીય બેંકો અને છૂટક રોકાણકારોની મજબૂત માંગને કારણે થયું છે. નિષ્ણાતો કહે છે કે સોના અને ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે વૈશ્વિક વેપાર તણાવને કારણે છે, જે ટ્રમ્પ દ્વારા ચીન પરના તાજેતરના 100% ટેરિફને કારણે વધુ તીવ્ર બન્યો છે. આ વર્ષે ધનતેરસ પર સોનાના ભાવ ₹5,000 સુધી ઘટ્યા હતા, જેના કારણે બજાર ગતિશીલ બન્યું હતું. બુલિયન વેપારીઓ આ વર્ષે 35 ટનથી વધુ સોનું વેચવાની અપેક્ષા રાખે છે.

આજે શુક્રવારે ₹1,36,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ સોનાનો ભાવ ટ્રેડ થઈ રહ્યો છે. CNBC Aawaz and Sanjay B ZUmaniના મતે સોનાના ભાવમાં વધારો થવાથી લગભગ છેલ્લા છ વર્ષમાં 200 ટકાથી વધુ પ્રભાવશાળી વળતર મળ્યું છે, જ્યારે નિફ્ટી 50 એ લગભગ 120 ટકા વળતર આપ્યું છે. મે 2019 થી જૂન 2025 સુધીમાં, સોનાના ભાવ ₹30,000 થી વધીને ₹100,000 પ્રતિ 10 ગ્રામ થયા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલો અનુસાર, વર્ષ 2020 માં સોનાનો ભાવ (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 48,651 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, વર્ષ 2021 માં તે 48,7200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, વર્ષ 2022 માં તે 52,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, વર્ષ 2023 માં તે 65,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને 31 ડિસેમ્બર, 2024 ના રોજ સોનાનો ભાવ 78,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો.

વર્ષ 2025 માં સોના અને ચાંદીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે અને સોનાએ આ એક જ વર્ષમાં 71% પણ વધારે રિટર્ન આપ્યું છે. આજે 2 ડિસેમ્બરના રોજ સોનાનો ભાવ 1,34,000ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

2019થી વાત કરીએ તો સોનાએ 2019માં 12% રિર્ટન આપ્યું હતુ, જે બાદ 2020માં 38% રિર્ટન, 2021માં 0.1% જ્યારે 2022માં પણ 0.1%, 2023માં 24% રિર્ટન અને 2024માં 19% રિર્ટન આપ્યું અને સૌથી મહત્વની વાત તો 2025માં સોનાના ભાવ આસમાને આંબી જતા રોકાણકારોને 71% રિર્ટન મળ્યું છે. તેમજ ચાંદીની વાત કરીએ તો ચાંદીએ પણ 2023માં 43%, 2024માં 22% અને 2025માં 158% રિર્ટન આપ્યું છે.

આ નવા વર્ષમાં પણ સોના અને ચાંદીનો આકર્ષણ અકબંધ છે. આજે ચાંદીનો ભાવ 5656 રૂપિયા વધીને 2,34,906 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. સોનાના ભાવમાં પણ 954 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો દર હવે GST સહિત 1,38,447 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
