અખરોટ કોના માટે ફાયદાકારક નથી ? કયા 7 લોકોએ આ સુપરફૂડથી દૂર રહેવું જોઈએ?
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર, પ્રોટીન અને ઘણા બધા વિટામિન તેમજ મિનરલ્સ હોય છે. જો કે, કેટલાક લોકો માટે અખરોટ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

અખરોટને સુપરફૂડ માનવામાં આવે છે, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર, પ્રોટીન અને ઘણા બધા વિટામિન તેમજ મિનરલ્સ હોય છે. અખરોટ મગજને તેજ કરે છે, હૃદયને મજબૂત બનાવે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.

જો કોઈને નટ્સથી એલર્જી છે, તો અખરોટ તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે. અખરોટને ખાવાથી ખંજવાળ, ફોલ્લીઓ, ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને ગંભીર કિસ્સાઓમાં એનાફિલેક્સિસનું જોખમ વધી શકે છે.

અખરોટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે પરંતુ તેને વધુ પડતું ખાવાથી ગેસ, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે. વધુમાં, જે લોકોને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય અથવા પહેલાથી જ પાચન સમસ્યાઓ હોય તેમણે તો અખરોટને ખૂબ જ મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ.

'ઓમેગા-3 ફેટી એસિડ' લોહીને પાતળું કરે છે. ટૂંકમાં, જે લોકોને લોહી ગંઠાઈ જવાની સમસ્યા હોય અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય તેમણે અખરોટ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે બ્લીડિંગ ડિસઓર્ડરનું જોખમ વધારી શકે છે.

આ સિવાય, જે લોકો ઓપરેશન કરાવવાના છે તેમણે ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા અખરોટ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. અખરોટ લોહીને પાતળું બનાવે છે, જેના કારણે સર્જરી દરમિયાન રક્તસ્રાવ વધુ થઈ શકે છે.

અખરોટ હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે પરંતુ સામે તેમાં કેલરી પણ વધારે હોય છે. જો તમે વેઇટ લોસ ડાયટ પર છો અને આડેધડ અખરોટ ખાઈ રહ્યા છો, તો વજન વધવાની શક્યતા વધી શકે છે.

અખરોટમાં હાજર ઑક્સલેટ્સ 'કિડની સ્ટોન' વધારી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે લોકોને પહેલાથી જ પથરીની સમસ્યા છે, તેમણે ડૉક્ટરની સલાહ લીધા વિના અખરોટ ન ખાવા જોઈએ.

આ ઉપરાંત વધુમાં નજર કરીએ તો, અખરોટ લોહીમાં સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે પરંતુ વધારે માત્રામાં ખાવાથી કેલરી ઓવરલોડ અને વજન વધવાથી સુગર લેવલ બગડી શકે છે.

અખરોટ લાભદાયક જરૂર છે પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને એલર્જી, પાચન સમસ્યા, બ્લીડિંગ ડિસઓર્ડર, કિડની સ્ટોન અથવા જેમણે સર્જરી કરાવી હોય તેમણે સાવધાની રાખવી જોઈએ.
આ લેખમાં દર્શાવેલ ટિપ્સ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. હેલ્થને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો: શું તમે પણ રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવો છો ? શું આ આદત ખરેખર લાભદાયી છે કે પછી કોઈ સમસ્યાનું કારણ છે?
