World Record : નવા વર્ષની પહેલી જ મેચમાં 14 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીએ કરી કમાલ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો શું છે?
વૈભવ સૂર્યવંશી U19 ભારતીય ટીમનો સૌથી યુવા કેપ્ટન બની વિશ્વ રેકોર્ડ બનાવશે. 3 જાન્યુઆરીથી શરૂ થતી ભારત-દક્ષિણ આફ્રિકા U19 ODI શ્રેણીમાં તે ટીમનું નેતૃત્વ કરશે.

વૈભવ સૂર્યવંશીએ 2025નું વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું. આટલી નાની ઉંમરે, વૈભવે એવું પ્રદર્શન કર્યું છે જે અનુભવી બેટ્સમેનોને પણ શરમાવે. હવે જ્યારે નવું વર્ષ શરૂ થઈ ગયું છે, ત્યારે વૈભવ પાસે એક મોટો રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય છે.

વૈભવ 2026 ની પહેલી જ મેચમાં વિશ્વ રેકોર્ડ તોડશે. વૈભવ મેદાનમાં ઉતરતાની સાથે જ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની અંડર-19 ODI શ્રેણી શનિવાર, 3 જાન્યુઆરીથી શરૂ થશે.

આયુષ મ્હાત્રેની ગેરહાજરીમાં, વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે. વૈભવ પહેલી મેચમાં ટોસ માટે મેદાનમાં ઉતરશે ત્યારે તે અંડર-19 ટીમનો સૌથી યુવા કેપ્ટન બનશે. ઈજાને કારણે આયુષને આ શ્રેણીમાંથી બહાર રહેવું પડશે.

ક્રોએશિયાનો ઝાક વુકુસિક વિશ્વ ક્રિકેટનો સૌથી યુવા કેપ્ટન છે. ઝાકે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે સાયપ્રસ સામેની T20 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે, વૈભવ શનિવારે ઝાકનો વિશ્વ રેકોર્ડ તોડશે.

વૈભવ અંડર-19 ભારતીય ટીમનું નેતૃત્વ કરશે અને ટીમ દક્ષિણ આફ્રિકા સામે કુલ ત્રણ વનડે રમશે. બંને ટીમો 3 થી 7 જાન્યુઆરી દરમિયાન એક રોમાંચક વનડે શ્રેણી રમશે.
14 વર્ષનો આ ખેલાડી પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમશે, બનાવ્યો કેપ્ટન, જાણો કોણ
