Stock Market: વર્ષ 2026 માં રોકાણ કરવા માટેના ટોપના 4 શેર, પોર્ટફોલિયો મજબૂત બનશે અને રિટર્ન પણ અદભૂત મળશે
જો તમે લાંબાગાળે સારું રિટર્ન મેળવવા માંગતા હોવ અને પોર્ટફોલિયો મજબૂત બનાવવા માંગતા હોવ, તો આ 4 ટોપના સ્ટોક પર તમારે ધ્યાન રાખવું જોઈએ.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL) જેવી કંપનીઓએ મજબૂત ઓર્ડર બુક, મજબૂત નફાકારકતા અને સ્વદેશી ઉત્પાદનમાં નેતૃત્વ સાથે પોતાની અલગ ઓળખાણ બનાવી રહી છે.

બ્રોકરેજ હાઉસના જણાવ્યા પ્રમાણે, ભારતની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે (DAC) પોતાની વિન્ટર મીટિંગમાં લગભગ 790 અબજ રૂપિયાના ડિફેન્સ પ્રપોઝલને મંજૂરી આપી છે. આ સાથે જ FY-26 માટે અત્યાર સુધીની કુલ મંજૂરી 3.3 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે દેશમાં કુલ ડિફેન્સ કેપિટલ આઉટલે રૂ. 1.8 ટ્રિલિયન કરતા લગભગ બમણી છે.

એવામાં એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી (AoN) ની મંજૂરીનો અર્થ એ નથી કે, ઓર્ડર તાત્કાલિક પ્રાપ્ત થશે. આટલી મોટી મંજૂરી આગામી 2-4 વર્ષમાં ખાસ સરકારી ડિફેન્સ કંપનીઓ અને કેટલીક ખાનગી કંપનીઓ માટે ઓર્ડર મેળવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. એવામાં ચાલો જાણીએ કે, કયા 4 સ્ટોક લાંબાગાળે મજબૂત રિટર્ન આપશે...

Bharat Dynamics ની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP) 1,473 રૂપિયા છે. વિશ્લેષકોના અનુમાન મુજબ, આ શેરની ટાર્ગેટ પ્રાઇસ 2,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

HAL (Hindustan Aeronautics Limited) ની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP) 4,377 રૂપિયા છે. વિશ્લેષકોના અનુમાન મુજબ, આ શેર ભવિષ્યમાં 5,800 રૂપિયાની આસપાસ જઈ શકે છે.

Bharat Dynamics ની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP) 1,473 રૂપિયા છે. વિશ્લેષકોના અનુમાન મુજબ, આ શેરની ટાર્ગેટ પ્રાઇઝ 2,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Astra Microwave Products ની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP) 979 રૂપિયા છે. બજાર વિશ્લેષકોના અંદાજ મુજબ, આ શેર 1,100 રૂપિયાની ઊંચાઈએ પહોંચી શકે છે.

Zen Technologies ની કરંટ માર્કેટ પ્રાઇસ (CMP) 1,386 રૂપિયા છે. વિશ્લેષકોના અનુમાન મુજબ, આ શેર 1,400 રૂપિયાની નજીક પહોંચી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Stock Market: ડિવિડન્ડથી ઊંચી આવક મેળવવા ઈચ્છો છો? આ 10 PSU શેર તમારા પોર્ટફોલિયોમાં એડ કરી દો, ફાયદામાં રહેશો
