ગુજરાત યુનિવર્સિટીમાં 8 મહિનામાં ત્રીજીવાર છબરડો! શું પરીક્ષા વિભાગ ઊંઘમાં કામ કરે છે? MSC IT ના વિદ્યાર્થીઓને બહારનું પ્રશ્નપત્ર અપાયું – જુઓ Video
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો હજુ પણ યથાવત છે. એવામાં સવાલ એ છે કે, શું પરીક્ષા વિભાગ આ રીતે ઊંઘમાં જ કામ કરશે? આખરે આવી ભૂલ વારંવાર કઈ રીતે થઈ શકે છે?
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં છેલ્લા 8 મહિનામાં ત્રીજીવાર પ્રશ્નપત્રમાં ગડબડી સામે આવી છે. MSC IT ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રશ્નપત્ર અંગે શંકા વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ અકળાયા હતા. નોંધનીય છે કે, લગભગ એક કલાક બાદ બીજું યોગ્ય પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, પ્રશ્નપત્રનું હેડિંગ સાચું હતું પરંતુ સવાલો અભ્યાસક્રમની બહારના હતા.
સમગ્ર મામલે ABVP ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. ABVP એ વિદ્યાર્થીઓની સાથે મળીને રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. રજિસ્ટ્રારે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે.
જણાવી દઈએ કે, એપ્રિલમાં બોટની વિભાગનું પેપર પણ અગાઉના દિવસે પૂછી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ નવેમ્બરમાં જર્નાલિઝમ વિભાગની પરીક્ષામાં પણ પેપર આગલા દિવસે પૂછી લેવામાં આવ્યું હતું.
હવે સવાલ એ છે કે, શું પરીક્ષા વિભાગ આ રીતે ઊંઘમાં જ કામ કરશે? આખરે આવી ભૂલ વારંવાર કેવી રીતે થઈ શકે? શું વિદ્યાર્થીઓના સમયની કોઈ કિંમત નથી?
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
