Vijay Hazare Trophy: એક જ મેચમાં 5 ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Vijay Hazare Trophy : વિજય હજારે ટ્રોફી 2025-26ના ચોથા રાઉન્ડમાં વડોદરા અને હૈદરાબાદની ટીમ વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં કુલ 5 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જેના કારણે લિસ્ટ એ ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.

વિજય હજારે ટ્રોફી 2025-26માં એક વર્લ્ડ રેકોર્ડ જોવા મળ્યો છે.જે જોવા મળ્યું તે લિસ્ટ એ ક્રિકેટમાં ક્યારે પણ જોવા મળ્યું ન હતુ.ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં વડોદરાનો સામનો હૈદરાબાદ સાથે થયો હતો. આ મેચમાં કુલ 5 બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

આ મેચમાં વડોદરા તરફથી 3 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. તો હૈદરાબાદના 2 બેટ્સમેનોએ 100નો આંકડો પાર કર્યો હતો. એટલે કે, મેચમાં કુલ 5 સદી સામે આવી હતી. જે લિસ્ટ એ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી હતી.

વડોદરા તરફથી સૌથી મોટી ઈનિગ્સ નિત્યા પંડ્યાએ રમી હતી. નિત્યા પંડ્યાએ 100 બોલ પર 122 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 1 સિક્સ પણ સામેલ છે. અમિત પાસીએ 93 બોલ પર 127 રનની ઈનિગ્સ રમી હતી. આમિત પાસીએ આ દરમિયાન 12 ચોગ્ગાની સાથે 7 સિક્સ પણ ફટકારી છે.

ટીમના કેપ્ટન ક્રુણાલ પંડ્યાએ એક શાનદાર ઈનિગ્સ રમી છે. ક્રુણાલ પંડ્યાએ 63 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા. જેમાં 18 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ હતી. તેમણે આ રન 173.03ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. પંડ્યાએ પોતાના લિસ્ટ એ કરિયરમાં સૌથી ત્રીજી સદી ફટકારી હતી.

હૈદરાબાદ તરફથી અભિરથ રેડ્ડીએ માત્ર 90 બોલમાં 130 રન બનાવ્યા હતા. જેમાં 18 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે. તો પ્રગ્નાય રેડ્ડીએ પણ 98 બોલ પર 113 રન બનાવ્યા હતા. પરંતુ આ બંન્ને ખેલાડીઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા. 418 રનના ટાર્ગેટના જવાબમાં હૈદરાબાદની ટીમ 380 રન પર સમેટાય હતી. (PHOTO CREDIT- INSTAGRAM/PTI)
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
