Surendranagar: ખેતરમાં પાકની આડમાં લીલો ગાંજો, 18 કરોડનો નશીલો પાક ઝડપાયો, જુઓ Video
સુરેન્દ્રનગર જિલ્લામાં નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા SOG પોલીસએ સાયલા તાલુકાના કસવાળી ગામ નજીક બે અલગ અલગ ખેતરોમાંથી મોટા પ્રમાણમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ખેતીના નામે ચાલી રહેલા આ નશીલા કારોબારનો ખુલાસો થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પોલીસએ કુલ રૂપિયા 18 કરોડથી વધુ કિંમતનો લીલો ગાંજો જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગરમાં પહેલી વાર ખેતર માલિક ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરાએ પોતાના ખેતરમાં તુવરની ખેતીની આડમાં ગાંજાના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું છે. SOG પોલીસને મળેલી બાતમીના આધારે જ્યારે ખેતરમાં તપાસ કરવામાં આવી ત્યારે અંદાજે 120 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે ખેતરમાંથી 471 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 2 કરોડ 35 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ખેતીની આડમાં ગાંજાનું ઉત્પાદન કરીને આરોપી નશાના નેટવર્કમાં સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
3,036 કિલો લીલો ગાંજો જપ્ત
આ જ વિસ્તારમાં બીજા એક ખેતરમાં પણ પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી સંજયભાઈ તાવીયાએ એરંડા અને કપાસના પાકની વચ્ચે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ખેતરમાંથી 550 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. અહીંથી કુલ 3,036 કિલો લીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે રૂપિયા 15.18 કરોડ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે.
ત્રણ ટ્રેક્ટર જેટલો મુદ્દામાલ
પોલીસ દ્વારા બન્ને ખેતરોમાં રાતભર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં લીલો ગાંજો મળતાં ત્રણ ટ્રેક્ટર ભરીને મુદ્દામાલને પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કારણ કે સામાન્ય ખેતી કરતા ખેતરોમાં આટલા મોટા પાયે નશીલો પાક ઉગાડવામાં આવી રહ્યો હતો.
હાલમાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંજાનું બીજ ક્યાંથી લાવવામાં આવ્યું, ગાંજો કોને અને કયા રાજ્યમાં સપ્લાય કરવામાં આવતો હતો તેમજ આ પાછળ કોઈ મોટા નશા રેકેટનો હાથ છે કે નહીં, તે દિશામાં પોલીસએ તપાસ વધુ તેજ બનાવી છે. SOG પોલીસની આ કાર્યવાહીથી નશાના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર

