સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં હવે થશે FSLની તપાસ, EDએ તમામ પુરાવા સોંપ્યા, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં ED દ્વારા તમામ પુરાવા FSL તપાસ માટે સુપરત કરાયા છે. કલેક્ટર ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ થશે. પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ પર 10 કરોડના કમિશન અને ખેતીની આવક છુપાવવાનો આરોપ છે. તેમની સંપત્તિની પણ તપાસ થશે, જેમાં અમદાવાદનો ફ્લેટ પણ સામેલ છે.
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ સંબંધિત મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તમામ પુરાવાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કલેક્ટરની ઓફિસ તેમજ તેમના નિવાસસ્થાનેથી જપ્ત કરાયેલા દસ્તાવેજો, મોબાઇલ ફોન, PDF ફાઇલો અને અન્ય ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે. આ FSL તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવવાની અને કૌભાંડમાં સંડોવાયેલા વધુ નામો બહાર આવવાની પ્રબળ સંભાવના છે.
ED ની અત્યાર સુધીની તપાસમાં જમીનને બિનખેતી (ED) કરાવવા માટે કમિશન લેવાની વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં આશરે 10 કરોડ રૂપિયા જેટલી રકમ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ પર 50 ટકા કમિશન પોતે રાખી, બાકીની રકમ અન્ય ભાગીદારોમાં વહેંચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ED ની તપાસમાં ડો. રાજેન્દ્ર પટેલની મિલકતો અંગે પણ અનેક ખુલાસા થયા છે. તેમણે ખેતીની આવક અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગથી છુપાવી હોવાનું સામે આવ્યું છે. 2016થી અત્યાર સુધી સરકારી પોર્ટલમાં રજૂ કરાયેલા સ્થાવર મિલકતના રિટર્ન મુજબ ડો. રાજેન્દ્ર પટેલ ખેતીની જમીન ધરાવે છે. આ ઉપરાંત અમદાવાદના ગોતા-ચાંદલોડિયા વિસ્તારમાં શુકન પ્લેટિનમ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 102માં તેમનો એક ફ્લેટ છે. આ ફ્લેટનું ભાડું તેમની માતાના બેન્ક એકાઉન્ટમાં જમા થતું હતું, જે ED ની તપાસમાં બહાર આવ્યું છે.
આ કૌભાંડમાં લગભગ 800 જેટલી અરજીઓ અને 10 કરોડ રૂપિયા સુધીની રકમ ડો. રાજેન્દ્ર પટેલ સુધી પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ડો. રાજેન્દ્ર પટેલની રિમાન્ડ દરમિયાનની પૂછપરછ અને ડિજિટલ તેમજ ડોક્યુમેન્ટરી પુરાવાઓની FSL તપાસ પૂર્ણ થયા બાદ અન્ય અધિકારીઓ અને સંડોવાયેલા વ્યક્તિઓના નામો પણ સામે આવે તેવી શક્યતા છે. કલેક્ટર કચેરીના અન્ય મોટાભાગના અધિકારીઓ પણ આ NA કૌભાંડમાં સામેલ હોવાનું મનાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
