નવા વર્ષની શરૂઆતમાં 46 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો ! સોના-ચાંદીમાં ફરી તેજી પણ ભવિષ્યમાં મોટા ઘટાડાની ચેતવણી, રોકાણકારોએ હવે શું કરવું?
નવા વર્ષ 2026 ની શરૂઆત સાથે સોના અને ચાંદી ફરી ચર્ચામાં આવ્યા છે. ટ્રેડિંગ શરૂ થતાં જ બંનેના ભાવમાં વધારો થયો છે. સોનું નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને ચાંદીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

નવા વર્ષ 2026 ની શરૂઆત સાથે સોના અને ચાંદી ફરી ચર્ચામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેડિંગ શરૂ થતાં જ બંનેના ભાવમાં વધારો થયો છે અને વર્ષ 1979 પછીનું સૌથી સારું વાર્ષિક પ્રદર્શન નોંધાવ્યું છે. સોનું નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને ચાંદીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, નિષ્ણાતો ટૂંકાગાળાના જોખમની ચેતવણી આપી રહ્યા છે.

વર્ષ 2026ની ટ્રેડિંગની શરૂઆત સોના અને ચાંદી માટે સકારાત્મક રહી છે. સિંગાપોરમાં શરૂઆતના વેપારમાં સોનું લગભગ 4,350 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું, જ્યારે ચાંદીમાં 1% થી વધુની તેજી જોવા મળી છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે બંને ધાતુઓએ વર્ષ 1979 પછી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.

સિંગાપોર સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ સોનાના ભાવ 0.7% વધીને $4,348.42 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદી 1.5% ઉછળીને લગભગ 72.7175 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી. આ ઉપરાંત, પેલાડિયમ અને પ્લેટિનમમાં પણ લગભગ 2% સુધીની મજબૂતી જોવા મળી.

બજારને અપેક્ષા છે કે, વર્ષ 2026 માં સોના અને ચાંદીના ભાવને ટેકો મળશે. આનું મુખ્ય કારણ અમેરિકામાં વ્યાજ દરમાં સંભવિત ઘટાડો અને ડોલરમાં નબળાઈની અપેક્ષા માનવામાં આવે છે. વધુમાં, જ્યારે વ્યાજ દર ઘટે છે અને ડોલર કમજોર થાય છે, ત્યારે સોના-ચાંદી જેવા એસેટ્સ વધુ આકર્ષક બની જાય છે.

જો કે, બ્લૂમબર્ગ ડોલર સ્પોટ ઇન્ડેક્સ હાલમાં લગભગ સ્થિર છે, એટલે કે હાલમાં ડોલર તરફથી કોઈ નોંધપાત્ર દબાણ કે ટેકો નથી. ખાસ વાત એ છે કે, આ તેજીની વચ્ચે ટૂંકાગાળાનું જોખમ પણ સામે આવી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, વર્ષના શરૂઆતમાં પોર્ટફોલિયો અને ઈન્ડેક્સ રિ-બેલેન્સિંગના કારણથી કિંમતી ધાતુઓ પર દબાણ આવી શકે છે.

TD સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી સ્ટ્રેટજિસ્ટ ડેનિયલ ગહાલી અનુસાર આગામી બે અઠવાડિયામાં કોઈ મોટી એક્શન જોવા મળી શકે છે. તેમનું કહેવું છે કે, કોમેક્સની ચાંદી માર્કેટમાં કુલ ઓપન ઇન્ટરેસ્ટનો લગભગ 13% ભાગ વેચાઈ શકે છે. જો આવું થયું, તો ચાંદીની કિંમતોમાં ટૂંકાગાળામાં શોર્ટ-ટર્મ ઘટાડો એટલે કે રિ-પ્રાઈસિંગ જોવા મળી શકે છે.

આજના બજારમાં વોલ્યુમ થોડું ઓછું રહેવાની આશા છે, કારણ કે ઘણા મોટા એશિયાઈ બજારમાં હજુ રજા છે. ખાસ કરીને જાપાન અને ચીનમાં આજે રજા છે. વધુમાં જ્યારે આવા મોટા ખેલાડી ઍક્ટિવ ન હોય, ત્યારે ભાવમાં મર્યાદિત વધઘટ થઈ શકે છે. વર્ષ 2026 માં જો વ્યાજ દર ઘટે અને ડોલર કમજોર થાય, તો સોના-ચાંદીની સ્થિતિ મજબૂત રહી શકે છે. જો કે, ટૂંકાગાળામાં પ્રોફિટ બુકિંગ અને ઇન્ડેક્સ રિ-બેલેન્સિંગને કારણે ભાવ દબાણ હેઠળ આવી શકે છે.

આનો અર્થ એ થયો કે, જો તમે રોકાણકાર છો, તો અચાનક ઉછાળાને કારણે ગભરાવાની કે ઉતાવળમાં નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. લાંબાગાળાના દ્રષ્ટિકોણથી આગળ વધવું એ વધુ સમજદારીભર્યું પગલું છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
