જૂનો ફોન વેચવા જઈ રહ્યા છો? આ 5 કામ જરૂરથી કરજો, નહીં તો પાછળથી મુશ્કેલી પડશે
ઘણા લોકો દર થોડા મહિને પોતાના ફોન અપગ્રેડ કરે છે, જ્યારે કેટલાક લોકો ઘણા વર્ષો સુધી ઉપયોગ કર્યા પછી તેને વેચી દે છે. બંને કિસ્સાઓમાં, તમારો ફોન વેચતા પહેલા ઘણી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

લોકો ઘણીવાર ફોન વેચતા પહેલા સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખે છે પરંતુ કેટલીક વાર બીજી ઘણી બધી મહત્વપૂર્ણ બાબતો કરવાનું ભૂલી જાય છે.

ડેટા બેકઅપ: આજકાલ પર્સનલ અને ફાઇનાન્સિયલ સહિતનો તમામ મહત્વપૂર્ણ ડેટા તમારા ફોનમાં સ્ટોર થાય છે. આથી, ફાઇલ મેનેજર, ક્લાઉડ અને ગૂગલ ડ્રાઇવ સહિત તમામ જગ્યાએ સ્ટોર ડેટાનો બેકઅપ લઈ લો. આનાથી ડેટા ડિલીટ થવાનું જોખમ ઓછું રહે છે.

બધા એકાઉન્ટ્સમાંથી લોગ આઉટ કરો: ફોનમાં સોશિયલ મીડિયા, બેંકિંગ અને બીજી ઘણી સર્વિસિસના એકાઉન્ટ્સ લોગ-ઇન રહેલા હોય છે. આવી સ્થિતિમાં જો તમે ફોન વેચી રહ્યા હોવ, તો આ તમામ એકાઉન્ટમાંથી લોગ-આઉટ કરી દો, જેથી તમને ફરીથી લોગ-ઇન કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.

ફિંગરપ્રિન્ટ લોક અને બીજા લોક દૂર કરો: તમારો મોબાઈલ વેચતા પહેલા બધા પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી લોક કાઢી નાખો. આનાથી તમારું કોઈપણ બાયોમેટ્રિક્સ ફોનમાં સ્ટોર થશે નહીં.

ફેક્ટરી રીસેટ કરો: આ સિવાય તમામ ડેટાનો બેક-અપ લઈ લો અને બધા એકાઉન્ટ્સમાંથી લોગ-આઉટ કરી દો, ત્યારબાદ ફોનને ફેક્ટરી રિસેટ કરી દો. આનાથી તમારો કોઈ પણ ડેટા ફોનમાં સ્ટોર થશે નહીં અને નવો યુઝર તેને પોતાની રીતે કસ્ટમાઇઝ કરી શકશે.

ફોન ક્લિયર રાખો: જો તમે તમારા ફોનને બજારમાં વેચવા માંગતા હોવ, તો સારી કિંમત મેળવવા માટે તેને સાફ રાખવો જરૂરી છે. જો ફોનમાં સ્ક્રેચ હોય અથવા ચાર્જિંગ પોર્ટ અને સ્ક્રીન ગાર્ડ વગેરે નીચે ધૂળ હોય, તો તમને તેની સારી કિંમત નહીં મળે. આથી, ફોન અને તેની એસેસરીઝને વેચતા પહેલા સાફ જરૂરથી કરો.
ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં જુગાડ કે કોઈ ટ્રિક કામ આવતી હોય છે. જેમાં કામ સરળતાથી અને ઝડપથી થઈ જતું હોય છે. આવી જ ટિપ્સ અને ટ્રિક્સની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.
