Indian Railways : ભારતીય ટ્રેનના ડબ્બાનો રંગ અલગ અલગ કેમ હોય છે? આની પાછળ કારણ શું છે જાણો
ટ્રેનમાં તમે મુસાફરી કરી ચૂક્યા છો. પરંતુ તમને એ વિચાર આવ્યો છે કે, ટ્રેનના ડબ્બાનો રંગ અલગ અલગ કેમ હોય છે. આની પાછળ કારણ શું છે. આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.

દરરોજ મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરી કરતી વખતે, આપણે ઘણીવાર વિચાર્યે છીએ કે ટ્રેનના કોચનો રંગ એકસરખો નથી હોતો. કેટલીક ટ્રેનોના કોચ લાલ, કેટલીક લીલો અને કેટલીક વાદળી હોય છે. જોકે, આપણે ક્યારેય આ પાછળનું કારણ ધ્યાનમાં લેતા નથી.

ભારતીય ટ્રેનના ડબ્બાનો રંગ માત્ર સુંદરતા અને દેખાવ માટે નથી હોતો પરંતુ આ ટ્રેન વિશે અનેક વાતો પણ જણાવે છે. ટ્રેનના રંગના પ્રકાર, તે ટ્રેનની ગતિ ઉપયોગમાં લેવાતા કોચની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે, અને રેલ્વે સ્ટાફને ટ્રેનની જાળવણી, સમારકામ અને સંચાલનમાં પણ મદદ કરે છે.

ટ્રેનમાં લાલ રંગના કોચને લિંક હૉફમૈનના નામથી ઓળખવામાં આવે છે. જેને જર્મનીમાં ડિઝાઈન કરવામાં આવી હતી. ભારતે વર્ષ 2000માં આ કોચને આયાત કરવામાં આવી હતી. હવે આ કોચ પંજાબના કપૂરથલામાં બનાવવામાં આવે છે. તે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે.

લાલ કોચ રાજધાની ટ્રેનમાં લગાવવામાં આવે છે. આ કોચ હળવા છે, જેનાથી તે વધુ ઝડપે દોડી શકે છે. તેમાં ડિસ્ક બ્રેક પણ છે અને તેનું વજન અન્ય કોચ કરતા ઓછું છે.

તમે ઘણીવાર ટ્રેનોમાં લીલા રંગના કોચ જોયા હશે.આ ટ્રેનો પણ વધુ સ્પીડમાં દોડે છે. વિવિધ કોચના રંગો ટ્રેનની લાક્ષણિકતાઓ અને પ્રકાર દર્શાવે છે.

વાદળી કોચવાળી ટ્રેન સૌથી વધારે તમે જોઈ હશે. જેને ઈંટીગ્રેટેડ કોચ કહેવામા આવે છે. વાદીળી રંગની કોચની સ્પીડ 70 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની હોયછે. આ કોચને લોખંડની મદદથી બનાવવામાં આવે છે. આ સિવાય આ ટ્રેનમાં એરબ્રેક પણ લગાવેલી હોય છે. વાદળી કોચનો ઉપયોગ મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં કરવામાં આવે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
