રાજકોટમાં દિવાળીની ખરીદી માટે છેલ્લા દિવસે પણ બજારોમાં માનવ મેદની ઉમટી પડી, જુઓ તસ્વીરો
રાજકોટમાં દિવાળીની ખરીદી માટે બજારો ઉભરાઈ ગયા છે અને લોકોના ચહેરા પર આજથી દિવાળી અને નવાવર્ષની ચમક જોવા મળી રહી છે. દિવાળીની વિવિધ પ્રકારની ખરીદી માટે આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ખરીદી માટે બજારમાં ઉમટ્યા છે.

દિવાળીના તહેવાર આજથી શરૂ થઈ ગયા છે અને દિવાળીના દિવસની રાહ જોવાઈ રહી છે. રાજકોટના લોકો છેલ્લી ઘડીએ પણ શોપિંગ કરવામાં વ્યસ્ત છે.

રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી વિસ્તારમાં કપડાની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સાંજ પડતા ચારે તરફ રોશનીથી પણ શણગારવામાં આવ્યું છે.

રાજકોટના આ બંને વિસ્તારમાં પગ મુકતા જ તમને રીક્ષા, ટુવ્હીલર અને ફોરવ્હિલરનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ રસ્તાઓ પર લારીવાળા કે દુકાનદાર તોરણ, કોડિયા, કપડા અને બુટ ઘરનો શણગાર લઈને વેચતા જોવા મળી રહ્યા છે.

માર્કેટમાં અત્યારે અવનવી વેરાયટીના સૌથી વધુ ખરીદીના કપડાં,જૂતા, તેમજ પર્સ, બેલ્ટ, સહિતની એસેસરીઝ ઘરના સુશોભન થતી વસ્તુઓ ફુલ ડેકોરેશન લાઈટિંગ સહિતની છે.

ખરીદીમાં ઉપરાંત લોકો ઘરને શણગાર કરવા માટે તોરણ, વિવિધ વસ્તુઓ, ખાણ-પીણીની ચીજ વસ્તુઓ, નાસ્તા મુખવાસ મન મૂકીને કરતા હોય છે, ત્યારે બજારમાં આ વસ્તુઓની માંગ વધુ હોવાનું જાણવા મળ્યું છે.