PM મોદીએ ભગાડ્યો પરીક્ષાનો ‘ડર’, Photos માં જુઓ કેવો રહ્યો Pariksha Pe Charcha કાર્યક્રમ

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને પરીક્ષા સંબંધિત ટીપ્સ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Pariksha Pe Charcha કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ તસવીરો દ્વારા જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 5:23 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને પરીક્ષા સંબંધિત ટીપ્સ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Pariksha Pe Charcha કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ તસવીરો દ્વારા જોઈએ.

1 / 10
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની બહાર કટઆઉટ લગાવવામાં આવ્યા હતા, જ્યાં કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓએ તેમના ફોટા ક્લિક કર્યા હતા. તસવીરમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ તેમના ફોટા ક્લિક કરી રહ્યું છે અને તેમના એક શિક્ષક આ ફોટો ક્લિક કરી રહ્યા છે.

2 / 10
કાર્યક્રમની શરૂઆતનો સમય સવારે 11 કલાકે નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્ટેડિયમની બહાર ઘણા કલાકો અગાઉથી વિદ્યાર્થીઓની લાઈનો લાગી ગઈ હતી. આ દરમિયાન પીએમ મોદીને મળવા અને તેમની પાસેથી ટિપ્સ લેવા આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોઈ શકાતું હતું.

3 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત પહેલા એક પ્રદર્શનમાં પહોંચ્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પીએમ મોદીને ઘણી તસવીરો અને પ્રોજેક્ટ વિશે જણાવ્યું.

4 / 10
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ઘણા વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તસવીરમાં જોઈ શકાય છે કે પરંપરાગત પોશાક પહેરેલી બે વિદ્યાર્થીનીઓ મોબાઈલ પર કંઈક જોઈ રહી છે.

5 / 10
પીએમ મોદી પાસેથી સફળતાનો મંત્ર અને પરીક્ષાની ટિપ્સ લેવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓ પોતપોતાના રાજ્યોના પોશાકમાં સજ્જ હતા. આ દરમિયાન તેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, કેટલાક છોકરાઓ પૂર્વોત્તર રાજ્યોના કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. જ્યારે કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સ દક્ષિણ ભારતીય નૃત્યોમાં પહેરવામાં આવેલા પોશાકમાં આવી હતી.

6 / 10
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર પરીક્ષા સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જ આપ્યા ન હતા, પરંતુ સમય વ્યવસ્થાપન વિશે પણ વાત કરી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને 'પરીક્ષા પે ચર્ચા' પર પેમ્ફલેટ પણ આપવામાં આવ્યા હતા.

7 / 10
સત્તાવાર માહિતી અનુસાર, 38.80 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. તેમાંથી પસંદગીના લોકોને સ્ટેડિયમમાં પીએમ મોદી સાથે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી, જ્યારે બાકીના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી.

8 / 10
પરીક્ષાને લગતો આ કાર્યક્રમ દેશભરમાં જોવા અને સાંભળવા મળ્યો હતો. ઘણી જગ્યાએ મોટી સ્ક્રીન લગાવીને વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો અને પરીક્ષાને લગતી ટીપ્સ લીધી હતી, તો ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ રેડિયો દ્વારા કાર્યક્રમ સાંભળ્યો હતો.

9 / 10
આ તસવીરમાં જોઈ શકાય છે કે બિહારની રાજધાની પટના સ્થિત ઐતિહાસિક ગોલ ઘર ખાતે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અહીં મોટી સ્ક્રીન પર કાર્યક્રમ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">