ગુજરાતના 90 ટકા વિસ્તારોમાં ગરમીનો પ્રક્રોપ, હજુ 5 દિવસ તાપમાનમાં થશે વધારો
ઉનાળામાં વાતાવરણના ઉપરના સ્તરે હવાના ઊંચા દબાણને કારણે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાઈ છે. જેને કારણે રણ-સૂકા પ્રદેશના ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ખેંચાઈને બંગાળની ખાડીમાં જતા હોય છે. જેને કારણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન વધી રહ્યું છે. 10 મેના રોજ પાટણ દેશમાં પહેલીવાર સૌથી ગરમ શહેર બન્યું હતું.

ગુજરાત સહિત આખા દેશમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 10 મે, બુધવારના રોજ દેશમાં ભારે ગરમી પડી હતી. બુધવારના રોજ દેશના 10 સૌથી ગરમ શહેરોમાંથી 7 શહેરો ગુજરાતના છે. આવનારા 5 દિવસો સુધી ગરમીમાં આવો જ વધારો જોવા મળશે. 11થી 14 મે વચ્ચે રાજ્યભરમાં 44થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

10 મેના રોજ ભારતના 10 સૌથી ગરમ શહેરોમાંથી 7 શહેર ગુજરાતના હતા. જેમ કે, પાટણ- 44.6, જૂનાગઢ- 44.2, વલ્લભ વિધાનગર- 44.1, રાજકોટ- 43.9 છોટાઉદેપુર- 43.8, અમરેલી - 42.8, અમદાવાદ - 43.5 ડિગ્રી. ગુજરાતમાં આવનારા સમયમાં ભારે ગરમી પડી શકે છે.

ઉનાળામાં વાતાવરણના ઉપરના સ્તરે હવાના ઊંચા દબાણને કારણે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાઈ છે. જેને કારણે રણ-સૂકા પ્રદેશના ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ખેંચાઈને બંગાળની ખાડીમાં જતા હોય છે. જેને કારણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન વધી રહ્યું છે. 10 મેના રોજ પાટણ દેશમાં પહેલીવાર સૌથી ગરમ શહેર બન્યું હતું.

ગરમીથી બચવા માટે શું કરવું?- સૂર્યના સીધા પ્રકાશના સંપર્કમાં ના આવવું. બપોરે કામ વગર બહાર ના નીકળવું. એસીમાંથી સીધા બહાર જવાથી હીટ સ્ટ્રોકનો ખતરો રહે છે. શરીર ઠંડુ રહે તેવા કપડા પહેરવા જોઈએ.ગરમીથી બચવા માટે સતત પાણી પીતા રહેવું જોઈએ.

રેડ એલર્ટ - 45 કે તેથી વધારે તાપમાન, ઓરેન્જ એલર્ટ - 43.1થી 45 ડિગ્રી તાપમાન અને યેલો એલર્ટ - 41.1થી 43 ડિગ્રી તાપમાન