લોકસભાની ટિકિટ ન મળી છતાં આ કલાકારો પહોંચ્યા સંસદ, જુઓ તસવીર

બંધારણ રાજ્યસભામાં 12 નોમિનેટેડ સભ્યોને મંજૂરી આપે છે, જેમાં શાસક પક્ષોને અનુકૂળ સભ્યો વારંવાર નોમિનેશન મેળવે છે.

| Updated on: Nov 16, 2023 | 5:23 PM
પૃથ્વીરાજ કપૂર - હિન્દી સિનેમા અને ભારતીય રંગભૂમિના મુખ્ય સ્તંભોમાં ગણવામાં આવે છે. પૃથ્વીરાજે મૂંગી ફિલ્મોમાં અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ભારતીય જન નાટ્ય સંઘ (IPTA) ના સ્થાપક સભ્યોમાંના એક હોવાનું પણ ગૌરવ ધરાવે છે. પૃથ્વીરાજે 1944માં મુંબઈમાં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી, જેણે નાટકો ભજવીને દેશભરમાં પ્રવાસ કર્યો. ભારતીય સિનેમા જગતમાં કપૂર પરિવારની પણ આ શરૂઆત છે. તેઓ નહેરુજીના ખાસ હતા અને ચૂંટણી લડ્યા વિના રાજ્યસભામાં પહોંચનારા પ્રથમ સાંસદ બન્યા (1952-1960 દરમિયાન).

1 / 7
નરગીસ દત્ત- નરગીસ દત્ત બોલિવૂડનું જાણીતું નામ છે. તેણે ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેનું નામ આવતાં જ ફિલ્મ મધર ઈન્ડિયાનું ચિત્ર મનમાં આવી જાય છે, તે પ્રથમ મહિલા અભિનેત્રી હતા જે ચુંટણી લડ્યા વગર જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા (1980-1981 દરમિયાન).

2 / 7
વૈજયંતી માલા બાલી - વૈજયંતી માલા બાલી તે એક પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી છે. તે ભરતનાટ્યમ નૃત્યાંગના, કર્ણાટિક ગાયક, નૃત્ય પ્રશિક્ષક હતા, જે ચુંટણી લડ્યા વગર જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા  (1993–1999)

3 / 7
શબાના આઝમી- શબાનાએ 1974માં તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી અને ટૂંક સમયમાં તે સમાંતર સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક બની ગઈ. વિવિધ શૈલીઓની ફિલ્મોમાં શબાનાના અભિનયને સામાન્ય રીતે વખાણવામાં આવ્યા છે અને તેણીએ અસંખ્ય પુરસ્કારો મેળવ્યા છે, પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી રાજ્યસભાની સાંસદ પણ રહ્યા છે (1997 થી 2003 સુધી)

4 / 7
રેખા- ભાનુરેખા ગણેશન ઉર્ફે રેખા હિન્દી ફિલ્મોની અભિનેત્રી છે. પ્રતિભાશાળી રેખા હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણાય છે. જો કે રેખાએ તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમથી બાળ કલાકાર તરીકે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ હિન્દી સિનેમામાં તેની એન્ટ્રી 1970ની ફિલ્મ સાવન ભાદોનથી થઈ હતી. 2010 માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. અભિનેત્રી ચુંટણી લડ્યા વગર જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા (2012- 2018)

5 / 7
જયા બચ્ચન (લગ્ન પહેલા જયા ભાદુરી) એક હિન્દી ફિલ્મ અભિનેત્રી છે. હાલમાં તેઓ 2004 થી ચાર ટર્મ માટે સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં સાંસદ છે. 1992માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

6 / 7
અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી જયાપ્રદા બે વખત રામપુરની સાંસદ રહી ચુકી છે. તેણીએ સપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમણે ટીડીપીના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જો કે, પાર્ટીના અથડામણને કારણે, તેણી સપામાં જોડાઈ અને રામપુર બેઠક પરથી ચૂંટણી લડી અને જીતી હતી,1996 માં, તે આંધ્ર પ્રદેશમાંથી પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બની.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">