અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.