Technology : વોટ્સએપે લોન્ચ કર્યું જોરદાર ‘ટૂલ’, લાખો એકાઉન્ટ્સ બેન અને સ્કેમર્સની બોલતી બંધ
હાલમાં વધી રહેલ ઓનલાઇન ફ્રોડને અટકાવવા માટે વોટ્સએપે એક ગજબ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ થકી લાખો એકાઉન્ટ્સ 'બેન' કરવામાં આવ્યા અને સ્કેમર્સ પર કડક કાર્યવાહી કરવામાં આવી.

વોટ્સએપે એક નવું સેફ્ટી 'ઓવરવ્યૂ ફીચર' લોન્ચ કર્યું છે, જે યુઝર્સને સ્કેમથી બચાવશે. આ ફીચર યુઝર્સને 'Unknown Groups' અને 'Unknown Contacts' દ્વારા થતાં સ્કેમમાં ફસાવવાથી બચાવશે.

મેટાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે યુઝર્સની સુરક્ષા વધારવા માટે એક નવું ફીચર 'Safety Overview' લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને સ્કેમથી બચાવવા અને ઓનલાઈન ફ્રોડ અટકાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ યુઝરને 'Unknown Group'માં Add કરે છે, ત્યારે યુઝરને વોટ્સએપ તરફથી એલર્ટ મળશે.

કંપનીના જણાવ્યા અનુસાર, સેફ્ટી ઓવરવ્યૂમાં કોઈપણ ગ્રુપ વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમજ તે ગ્રુપમાં સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ પણ હશે. આ ઉપરાંત, યુઝર્સ ચેટ ખોલ્યા વિના ગ્રુપમાંથી બહાર નીકળી શકે છે. જો કોઈ ગ્રુપ ઓળખાઈ જાય છે, તો યૂઝર ચેટ જોઈને નક્કી કરી શકે છે કે એ ગ્રુપમાં રહેવું છે કે નહીં. યૂઝર નિર્ણય ન લે ત્યાં સુધી એ ગ્રુપની નોટિફિકેશન મ્યૂટ રહેશે.

આ સાથે વોટ્સએપે કહ્યું છે કે, Unknown Contacts સાથે ચેટ સેફટીને લઈને પણ કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, અજાણ્યા વ્યક્તિ સાથે નવી ચેટ શરૂ કરતી વખતે યુઝર્સને હવે 'Extra Context' બતાવવામાં આવશે. આનાથી યુઝર્સ વધુ સારા નિર્ણયો લઈ શકશે.

WhatsApp એ જણાવ્યું કે, Meta અને OpenAI ની સહાયથી આવા લાખો WhatsApp એકાઉન્ટની ઓળખ કરવામાં આવી, જેમનો સંબંધ મ્યાંમાર, કંબોડિયા અને થાઇલેન્ડ જેવા દેશોમાં ચાલતા ક્રિમિનલ સ્કેમ સેન્ટર્સ સાથે હતો.

આવા સેન્ટર્સમાં સામાન્ય રીતે ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોને સારી નોકરી આપવાની લાલચથી બોલાવી લેવામાં આવે છે. ત્યારબાદ તેમની પાસેથી બળજબરીથી સ્કેમ કરાવવામાં આવે છે. WhatsApp અને Metaની 'Security Teams' એ OpenAI ની મદદથી આ વર્ષની શરૂઆતના 6 મહિનામાં 68 લાખ સ્કેમ એકાઉન્ટ ઓળખી કાઢ્યા અને બેન કરી દીધા.

આ પહેલ એક તરફ યુઝર્સને એલર્ટ કરે છે, જ્યારે બીજી તરફ સ્કેમના ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલા WhatsApp એકાઉન્ટને શરૂ થતાં પહેલાં જ બેન કરી દે છે. કંપનીએ જણાવ્યું છે, "AI આધારિત Investigative Insights દ્વારા અમુક એકાઉન્ટને શરૂ થતાં પહેલા જ બેન કરી દેવામાં આવ્યા. આ પહેલ Security System ને વધુ મજબૂત બનાવે છે."

આ પહેલ અંતર્ગત WhatsApp, Meta અને OpenAI એ મળીને કમ્બોડિયામાં આવેલ એક Criminal Scam Network ને ધ્વસ્ત કરી નાખ્યું. આ નેટવર્ક અનેક રીતે લોકોને ઠગવાનો પ્રયાસ કરતું હતું.

WhatsApp મારફતે થતા આ સ્કેમ્સમાં ફેક સોશિયલ મીડિયા લાઇક્સના બદલામાં પેમેન્ટનું લાલચ, સ્કૂટર રેન્ટલના નામે પિરામિડ સ્કીમ અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની છેતરપિંડીનો સમાવેશ થાય છે.

સ્કેમર્સ પહેલા ChatGPT દ્વારા તૈયાર કરાયેલા મેસેજ WhatsApp પર લિંક થકી મોકલે છે અને પછી યુઝર્સને Telegram પર લઇ જાય છે. ત્યાં તેમને TikTok વિડિયો લાઇક કરવાનો Task આપવામાં આવે છે અને પૈસા કમાવવાની લાલચ આપે છે. ત્યારબાદ આગળના Task પુરા કરવા માટે યુઝર્સ પાસેથી Crypto Account માં પૈસા જમા કરવા માટે કહેવામાં આવે છે.

Meta અને WhatsApp કહે છે કે, તેઓ આવા Criminal Networks ની ઓળખ કરવા અને તેમનો ખાતમો કરવા માટે Artificial Intelligence તેમજ Advanced Security Measures નો ઉપયોગ સતત કરતા રહેશે.

નવી Safety Overview સુવિધાની સાથે કંપનીને આશા છે કે, યુઝર્સને સ્કેમ્સથી બચાવવાનું હવે વધુ સરળ બનશે. આ પગલું લાખો એવા યુઝર્સ માટે મહત્વપૂર્ણ છે, જે WhatsApp પર એક્ટિવ રહે છે. આ ફીચર લોકોની Online Security ને એક નવા સ્તર પર લઇ જશે અને Digital Fraud વિરુદ્ધ એક અસરકારક હથિયાર સાબિત થશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
