Narmada : જો તમારે Weekend માં કુદરતી સાનિધ્યની મજા માણવી છે તો ગુજરાતના આ સ્થળે પહોંચી જાઓ, જુઓ ફરવાલાયક સ્થળની તસવીર
Narmada : વિશાલ ખાડી કેમ્પસાઈટ એ રાજપીપળા-નેત્રંગ રોડના માર્ગ પર આવેલ ફરવાલાયક સ્થળ છે. કુદરતી સૌંદર્યના અખૂટ ખજાના સમાન તે રાજપીપળાથી લગભગ 20 કિમી દૂર છે. આ સ્થળ કરજણ ફોરેસ્ટ એરિયા, ડેડિયાપાડા ફોરેસ્ટ એરિયા સાથે ફળદ્રુપ કૃષિ મેદાનો અને નદીની ખીણો જેવા અનેક જંગલ વિસ્તારોથી ઘેરાયેલું છે.


વિશાલ ખાડી કેમ્પસાઈટ એ રાજપીપળા-નેત્રંગ રોડના માર્ગ પર આવેલ ફરવાલાયક સ્થળ છે. કુદરતી સૌંદર્યના અખૂટ ખજાના સમાન તે રાજપીપળાથી લગભગ 20 કિમી દૂર છે.

આ સ્થળ કરજણ ફોરેસ્ટ એરિયા, ડેડિયાપાડા ફોરેસ્ટ એરિયા સાથે ફળદ્રુપ કૃષિ મેદાનો અને નદીની ખીણો જેવા અનેક જંગલ વિસ્તારોથી ઘેરાયેલું છે.

આસપાસ જોવાલાયક સ્થળોમાં ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પરના સ્નાનઘાટ, ડભોઈનો કિલ્લો, ધોધ, ઝગડીયાના જૈન મંદિરોનો સમાવેશ થાય છે. નજીકની કરજણ નદીમાં બોટિંગ પણ કરી શકાય છે કારણ કે નદીનું પાણી કેમ્પિંગ સાઇટ સુધી વિસ્તરે છે.

આ સાઈટ ખાતે રહેવાની પણ સુવિધા છે જ્યાં સ્વચ્છ રૂમ ટોઈલેટ અને બાથરૂમ સાથે કોટેજ પણ છે. વનવિસ્તારના અનુભવને મેળવવા માંગતા હોય તો ટેન્ટ આવાસ પણ ધરાવે છે.

અહીંની વિશેષ સુવિધાઓમાં ઓરિએન્ટેશન સેન્ટર, એટેચ બાથરૂમ અને શૌચાલયની સુવિધા સાથેના 4 કોટેજ, 5 ટેન્ટ આવાસ, અલગ રસોડું અને ડાઇનિંગ એરિયા છે.

રાજપીપળાથી સવારે રાજ્ય પરિવહનની નિયમિત બસો ઉપલબ્ધ હોવાથી તે સરળતાથી પહોંચી શકાય છે. અહીં જીપ અથવા શેરિંગ ઓટો રિક્ષા દ્વારા પણ પહોંચી શકાય છે. તમે ખાનગી વાહન દ્વારા પણ વિશાલખાડી પહોંચી શકો છો ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કમિટીની મદદથી ખોરાક ઉપલબ્ધ કરાવાય છે. કેમ્પફાયર માટે અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે.

































































