IND vs PAK: ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાન આ ખેલાડીને કરશે બહાર ! જાણો ભારત સામે કેવી હશે પાકિસ્તાનની પ્લેઈંગ 11
પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ પાકિસ્તાન સામેની મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારનો અવકાશ નથી લાગતો. પરંતુ ન્યુઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરનાર પાકિસ્તાનની ટીમ કેટલાક ફેરફારો કરી શકે છે. આ રિપોર્ટમાં જાણો કયા ખેલાડીઓને ડ્રોપ કરી શકે છે પાકિસ્તાન અને કેવી હશે ભારત સામે પાકિસ્તાનની પ્લેઈંગ 11.

શું બાબર આઝમ ભારત સામે રન બનાવશે કે શાહીન શાહ આફ્રિદી બોલથી તબાહી મચાવશે કે પછી મોહમ્મદ રિઝવાન પોતાની કેપ્ટનશીપથી મેચ બદલી નાખશે? ભારત સામેની મેચમાં પાકિસ્તાની ટીમ માટે કોણ સારું પ્રદર્શન કરશે તે તો સમય જ કહેશે, પરંતુ તે પહેલા પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11 પર એક નજર.

સ્ટાર બેટ્સમેન બાબર અને ઈમામ ઉલ હક ઈનિંગની શરૂઆત કરશે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઈમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા નંબરે આવશે.

ન્યુઝીલેન્ડ સામે ફખર ઝમાનની જગ્યાએ સઈદ શકીલ ઓપનર તરીકે મેદાનમાં આવ્યો હતો પરંતુ તે 19 બોલમાં ફક્ત 6 રન જ બનાવી શક્યો હતો. તેના સ્થાને કામરાન ગુલામને તક મળી શકે છે. આ પછી ઉપ-કપ્તાન સલમાન આગા આવશે. તેણે ન્યુઝીલેન્ડ સામે 28 બોલમાં 42 રન બનાવ્યા હતા. ખુશદિલ શાહ પણ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખશે જેણે પહેલી મેચમાં 49 બોલમાં 69 રન બનાવ્યા હતા. તૈયબ તાહિર ન્યુઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો અને તેનું બહાર થવું નિશ્ચિત છે. તે ફહીમ અશરફ તૈયબનું સ્થાન લઈ શકે છે.

પાકિસ્તાનના ત્રણ મુખ્ય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે ટીમમાં અબરાર અહેમદ એકમાત્ર સ્પિનર હતો. ન્યુઝીલેન્ડ સામે નસીમે 10 ઓવરમાં 63 રન આપીને બે વિકેટ લીધી હતી અને હેરિસે 10 ઓવરમાં 83 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે શાહિને કોઈ વિકેટ લીધા વિના 68 રન આપ્યા હતા. જોકે, રિઝવાન તેના પેસ આક્રમણમાં કોઈ ફેરફાર કરવા માંગશે નહીં, કારણ કે દુબઈમાં ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ રહે છે. આ ત્રણ બોલરોમાંથી કોઈપણ ભારત માટે મોટો ખતરો બની શકે છે. જ્યારે એકમાત્ર સ્પિનર અબરાર પણ ટીમમાં રહેશે. પહેલી મેચમાં તેણે 10 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ લીધી હતી.

ભારત સામે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન : બાબર આઝમ, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન-વિકેટકીપર), સલમાન અલી આગા, કામરાન ગુલામ, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, અબરાર અહેમદ. (All Photo Credit : PTI / GETTY)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર જાણવા કરો ક્લિક
