AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : આદિવાસી યુવકની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે અભદ્ર ટિપ્પણી કરનાર સકંજામાં, ભારે વિરોધ વચ્ચે ભરૂચ સાયબર ક્રાઇમે કરી આધેડની અટક

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2025 | 10:33 PM
Share

આજ 22 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : આદિવાસી યુવકની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે અભદ્ર ટિપ્પણી કરનાર સકંજામાં, ભારે વિરોધ વચ્ચે ભરૂચ સાયબર ક્રાઇમે કરી આધેડની અટક

આજે 22 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Feb 2025 08:57 PM (IST)

    હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસની કામગીરીની કરી સરાહના

    રાજકોટમાં સમૂહલગ્ન વિવાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે.  હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસે કરેલ કામગીરીને નવાજી છે. હર્ષ સંઘવી કહ્યું રાજકોટ પોલીસની કામગીરીએ સોશિયલ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૃહ વિભાગની સૂચના પહેલા જ રાજકોટ પોલીસના કોન્સ્ટેબલથી લઈ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી 6 યુગલોના લગ્ન કરાવ્યા. અમને ખેદ છે કે તમામ યુગલોની લગ્ન વિધિ ન કરાવી શક્યા. રાજકોટ પોલીસની ભૂમિકા અને કાર્યવાહીની સરાહના. સમૂહલગ્નના આયોજકો વિરુદ્ધ ગંભીરતાથી તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • 22 Feb 2025 07:51 PM (IST)

    5 માર્ચથી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરાશે

    વડોદરા શહેરમાં જુલાઈ અને ઓગસ્ટમાં આવેલા પૂરમાં લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ પુર નિયંત્રણના આયોજન માટે રાજ્ય સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું. કમિટિએ પૂર નિવારણ અંગેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. એટલે હવે પાલિકા આગામી 5 માર્ચથી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરશે. જેને લઈને માટી કાઢીને તેને ખાલી કરવાની જગ્યા પણ નક્કી છે. જો મગર સહિતના જળચર પ્રાણીઓ નીકળે તો તેને આજવા અને સયાજીબાગ ખાતે સ્થળાંતર કરાશે. પ્રાણીઓને રેસક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગના વિભાગની ટીમ, વોલિયન્ટર્સ સહિત તબીબોને સાથે રાખવામાં આવશે.

  • 22 Feb 2025 07:49 PM (IST)

    રાજકોટઃ સમૂહલગ્ન છેતરપિંડી કેસમાં પોલીસની કાર્યવાહી

    • રાજકોટઃ સમૂહલગ્ન છેતરપિંડી કેસમાં પોલીસની કાર્યવાહી
    • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
    • મનીષ વિઠ્ઠલાપરા,દિલીપ ગોહિલ અને દીપક હિરાણી સકંજામાં
    • ચંદ્રેશ છત્રાલા સહિત કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ
    • છેતરપિંડી અને ગુનાહિત બેદરકારી અંગેનો ગુુનો નોંધાયો
    • મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા પોલીસ પકડથી દૂર
  • 22 Feb 2025 06:04 PM (IST)

    ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ ST નિગમ સજ્જ

    • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ ST નિગમ સજ્જ
    • વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને લઈ એસટી નિગમનો નિર્ણય
    • બોર્ડની પરીક્ષા માટે વધારાની બસ મુકવાનું ST નિગમનું આયોજન
    • વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનો કરાયો નિર્ણય
    • એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા કરાઈ તાકીદ
    • એસ.ટી. નિગમના દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ કરાશે શરૂ
    • વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને લઈ એસટી નિગમનો નિર્ણય
  • 22 Feb 2025 05:31 PM (IST)

    મહેસાણાઃ ધારાસભ્ય મુકેશ પટેલનો વિધાનસભમાં ખેડૂતલક્ષી પ્રશ્ન

    • મહેસાણાઃ ધારાસભ્ય મુકેશ પટેલનો વિધાનસભમાં ખેડૂતલક્ષી પ્રશ્ન
    • ખેડૂતોને મૂંઝવતો સવાલની માહિતી માટે પુછાયો પ્રશ્ન
    • ખેડૂતને વીજ વધારો કરવા જમા કરાવવાની રકમ અંગે પુછાયો પ્રશ્ન
    • વીજ વધારો માટે ખેડૂતને રાહત મળવા પાત્ર છે કે કેમ તે અંગે માંગ્યો જવાબ
    • ખેડૂત લક્ષી પ્રશ્નનો ઉર્જા મંત્રી કનુ દેસાઈ આપ્યો ઉત્તર
    • “ખેડૂતોને ફિક્સ ચાર્જ અને એનર્જી ડિપોઝિટનાં નાણાં ભરવાના રહે”
    • “ST અને ST ખેડૂતોને માત્ર એનર્જી ડિપોઝિટ નાણાં ભરવાના રહે”
    • “ખેડૂતો માટે વીજ વધારા માટે સરકાર દ્વારા યોજના બહાર પાડેલી છે”
    • “યોજનામાં ખેડૂતોને ફિક્સ ચાર્જના નાણાની ચૂકવણી કરવામાં મુક્તિ અપાઈ”
    • “50 હજારથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો”
  • 22 Feb 2025 05:22 PM (IST)

    આણંદ: કમળાના કેર વચ્ચે ધર્મજના દસઘરા વિસ્તારમાં રહેતી કિશોરીનું મોત

    • આણંદઃ ધર્મજ ગામમાં કમળાના રોગનો કેર
    • ધર્મજના દસઘરા વિસ્તારમાં રહેતી કિશોરીનું શંકાસ્પદ મોત
    • ખુચશી ઠાકોર નામની કિશોરીનું શંકાસ્પદ મોત
    • થોડા દિવસ પહેલા કિશોરીને કમળો થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી
    • કિશોરીનું મોત કમળાથી થયું કે અન્ય કોઈ કારણથી તેની આરોગ્ય વિભાગ કરી રહ્યું છે તપાસ
    • ધર્મજમાં કમળો ફેલાતા આરોગ્ય વિભાગની ટીમો થઈ દોડતી
    • આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા
    • તમામ 13 દર્દીઓના કમળાના રિપોર્ટ પોઝિટીવ
    • ત્રણ દર્દીઓ પેટલાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ
    • પેટલાદ આરોગ્ય વિભાગની 10 ટીમ દ્વારા ધર્મજમાં સરવેની કામગીરી
    • ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતા રોગચાળો ફેલાયો
    • ગામમાં પીવાના પાણીની લાઈનમાં ચાર લીકેજ મળી આવ્યા
    • પાણીની લાઈનમાં લીકેજ રિપેર કરવાની કામગીરી
  • 22 Feb 2025 05:20 PM (IST)

    ઋષિવંશી સેવા સંઘને સમૂહ લગ્નના આયોજન સાથે કોઇ લેવાદેવા નહીં: હેમરાજ પાડલિયા

    • રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો મામલો
    • સમૂહલગ્નનું મામલે ઋષિવંશી સમાજના પ્રમુખનું નિવેદન
    • ઋષિવંશી સેવા સંઘને આયોજન સામે કોઇ લેવાદેવા નહીં: હેમરાજ પાડલિયા
    • “ઋષિવંશી સેવા સંઘ માત્ર ભોજનના દાતા હતા”
    • “અમારો સંઘ સમૂહલગ્નમાં માત્ર ભોજનના દાતા જ હોય છે”
    • ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી કરાયું હતું સમૂહલગ્નનું આયોજન
    • સમૂહલગ્નનું આયોજનમાં ઋષિવંશી સમાજનું નામ હોવાથી પ્રમુખનો ખુલાસો
  • 22 Feb 2025 05:19 PM (IST)

    અરવલ્લીઃ રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની દાદાગીરી !

    • અરવલ્લીઃ રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની દાદાગીરી !
    • રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રનો વીડિયો વાયરલ
    • પ્રધાનના પુત્રએ લારી ચલાવતા યુવકને માર માર્યાનો કથિત વીડિયો વાયરલ
    • ટુ-વ્હીલર પર જતા યુવકને અટકાવી માર માર્યાનો આરોપ
    • પ્રધાનના પૌત્રોને પણ લારી ચલાવતા યુવકે માર માર્યો હોવાની ચર્ચા
    • પ્રધાનના પુત્રની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
    • BZ કૌભાંડ મુદ્દે પણ મંત્રી અને તેમના પુત્ર ચર્ચામાં રહ્યા હતા
  • 22 Feb 2025 05:16 PM (IST)

    ભરૂચઃ આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનાર ઝડપાયો

    • ભરૂચઃ આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણીનો કેસ
    • અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સને સાયબર ક્રાઇમે પકડ્યો
    • આદિવાસી યુવકની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે કરી હતી ટિપ્પણી
    • અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં ફેલાયો હતો રોષ
    • શખ્સે સોશિયલ મીડિયા પર કરી હતી અભદ્ર ટિપ્પણી
    • શખ્સ ખેડા જિલ્લાના વસોનો રહેવાસી હોવાનું ખુલ્યું
    • આરોપીએ હાથ જોડીને આદિવાસી સમાજની માગી માફી
  • 22 Feb 2025 05:11 PM (IST)

    કલાકાર દેવાયત ખવડનો પોલીસ સામે મોટો આક્ષેપ

    • કલાકાર દેવાયત ખવડનો મોટો આક્ષેપ
    • મારા પર હુમલો કરાયોઃ દેવાયત ખવડ
    • “કારનો કાચ તોડીને હુમલો કર્યો હતો”
    • હુમલા અંગે ફરિયાદ કરવા અમે ચાંગોદર આવ્યા”
    • ઘણા સમય બાદ પણ પોલીસે ફરિયાદ લીધી નહીંઃ દેવાયત ખવડ
  • 22 Feb 2025 02:48 PM (IST)

    આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી ઉચકાશે- હવામાન વિભાગે કરી આગાહી

    હવામાન વિભાગે ગરમીના પ્રમાણમાં વધારો થવાની  આગાહી કરી છે. રાજ્યવાસીઓએ ગરમી માટે રહેવું પડશે તૈયાર. આગામી બે દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા. અમદાવાદમા મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું. રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી રહ્યું. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.

  • 22 Feb 2025 01:43 PM (IST)

    બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ફરી ભડકી

    બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકી ઉઠી છે. ઘણા શહેરોમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે.

  • 22 Feb 2025 01:19 PM (IST)

    પીએમ મોદી આવતીકાલે બાગેશ્વર ધામની મુલાકાત લેશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે બાગેશ્વર ધામની મુલાકાત લેશે. અહીં તેઓ કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. પીએમની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

  • 22 Feb 2025 12:54 PM (IST)

    હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં થશે માવઠું

    હવામાનના જાણકાર અંબાલાલ પટેલે, ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ વર્ણાવી છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શકાયાતો વર્ણાવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના છુટાછવાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિનાથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે.

  • 22 Feb 2025 12:11 PM (IST)

    સરકારી અધિકારીઓને કાયદાનો ખ્યાલ ના હોય તો ક્લાસ આપીને કાયદો શીખવાડો, હાઈકોર્ટે સરકારને કર્યુ સુચન

    રાજ્યમાં હાઇકોર્ટ પ્રત્યેનાં અધિકારીઓ વલણ સામે હાઇકોર્ટે સખ્ત નારાજગી વ્યકત કરી છે. ક્લાસ- 1 થી લઈને અનેક કેડરના અધિકારીઓ હાઇકોર્ટના હુકમનું ધરાર અપમાન કરતા હોય તેવું હાઇકોર્ટનું મૌખિક અવલોકન. માત્ર ફેબ્રુઆરી માસમાં 10 વધુ બનાવ સામે આવ્યા છે જેમાં રાજ્યનાં અધિકારીઓએ કોર્ટના હુકમનું પાલન ન કર્યું હોય તેવુ હાઇકોર્ટે અવલોકન કર્યું છે. તમામ અધિકારીઓને હાઇકોર્ટની ગરિમા જાળવવા કોર્ટનો મૌખિક આદેશ કર્યો છે. હાઇકોર્ટનું રાજ્ય સરકારને સૂચન, જો અધિકારીઓને કાયદા ખ્યાલ ન હોય તો ક્લાસ આપી કાયદા શીખવાડો.

  • 22 Feb 2025 11:39 AM (IST)

    વાસ્મોનો એન્જિનિયર  લાંચ લેતા ઝડપાયો

    વાસ્મોનો એન્જિનિયર લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો છે. એન્જિનિયર રવિ દરજીને ACBએ રુપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કોન્ટ્રાક્ટર પાસે બિલ મંજુર કરાવવા માંગી હતી લાંચ. “નલ સે જલ”યોજનાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. પૂરેપૂરી રકમ આપવા સામે એન્જિનિયરે કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ.

  • 22 Feb 2025 11:32 AM (IST)

    રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થઈ જતા મચ્યો હોબાળો

    રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થઈ જતા લગ્નઉત્સુકો અને તેમના સગા સંબંધીઓમાં આયોજકો પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. જાન જાનૈયા અને કન્યા પક્ષ રસ્તા પર આવી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જો કે આયોજકો ફરાર થઈ જતા હોબાળો મચ્યો હતો.

  • 22 Feb 2025 10:56 AM (IST)

    મહેસાણામાં વડીલોપાર્જિત જમીનમાં ભાગ નહીં આપી સહીઓ કરાવી લેતા વેપારીએ કરી આત્મહત્યા

    મહેસાણામાં વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. મહેસાણાના ટીબી રોડ નીલકંઠ પ્લાઝા સ્થિત વેપારીને વડીલોપાર્જિત જમીનમાં ભાગ નહીં આપી સહીઓ કરાવી લેવાતા મોતને વ્હાલું કર્યું છે. આ અંગે મૃતકના પુત્રે, મરનારના 3 પિતરાઈ ભાઈ સહીત કુલ 8 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી પાંચ લોકો રૂપિયા માટે ટોર્ચર કરતા હોવાનું સામ આવ્યું છે.

  • 22 Feb 2025 10:53 AM (IST)

    PM મોદી 7-8 માર્ચ દક્ષિણ ગુજરાતની મુલાકાતે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7મી તારીખે સૂરતની મુલાકાતે આવી રહ્યાં છે. 7મી માર્ચે PM મોદી લીંબાયત ખાતે આવેલ નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. રાત્રી રોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે કરશે. 8 માર્ચે નવસારી ખાતે યોજાનારા કાર્યકમમાં હાજરી આપી દિલ્હી જવા રવાના થશે.

  • 22 Feb 2025 10:26 AM (IST)

    અમિત શાહની અધ્યક્ષતામાં પુણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ લેશે ભાગ

    મહારાષ્ટ્રના પુણે ખાતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે યોજાનાર વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પુણેની મુલાકાતે છે. બેઠકમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર રહેશે.

    કાઉન્સિલમાં ગુજરાત સિવાય ગોવા, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત દિવ દમણનો પણ સમાવેશ થાય છે. રાજ્ય ગુજરાત સરકાર તરફથી ડિજિટલ ગુજરાત, ઇ સરકાર, ઇઝ ઓફ લિવિંગ પર પ્રેઝન્ટેશન કરાશે. તો મહારાષ્ટ્ર તરફ થી વિલેજ એડોપ્શન, લાડલી બહેન યોજના મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના છે.  કેન્દ્ર સરકાર દ્વારા બીએનપીએસના નવા કાયદાઓ સંદર્ભે સુચનાઓ આપવામાં આવે તેવી પણ એક શક્યતા રહેલી છે.

  • 22 Feb 2025 09:25 AM (IST)

    આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર, પીવાના પાણીની લાઈનમાં ગટરની લાઈન ભેગી થઈ

    આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર વર્તાઈ રહ્યો છે. ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.  ધર્મજમાં ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભેગા થઇ જતા રોગચાળો ફાટી નીકળ્યો છે. આ બાબતની જાણ પેટલાદ આરોગ્ય વિભાગને થતાં આરોગ્યની 10 ટિમ ધર્મજમાં પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી છે. ગામમાં પીવાના પાણીની લાઈનમાં ચાર લીકેજ મળી આવ્યા. એક લીકેજ રીપેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. હાલ કેટલાક દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું જાણવા મળ્યું છે.

  • 22 Feb 2025 09:19 AM (IST)

    સુરતમાં છેલ્લા એક વર્ષમાં BRTS બસના 116 અકસ્માત, 109ના મોત

    BRTS બસની અડફેટે 1 વર્ષમાં 116 જેટલા ગંભીર અકસ્માત થયા છે. જેમા 109 લોકના મોત થયા છે. સુરતનો BRTS રૂટ દેશનો સૌથી મોટો ગ્રીન કોરિડોર હોવાનું કહેવાય છે. જેમાં તમામ ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાનું ગૌરવ સુરત મહાનગરપાલિકાને મળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2016માં સીટી બસ અને વર્ષ 2014માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જે શહેરના એક છેડેથી બીજા છેડે એટલેકે દૂરના વિસ્તારો વચ્ચે BRTS બસ દોડાવવામાં આવે છે. પાલિકા દ્વારા બસો માટે અલગથી ડેડિકેટેડ રૂટ પણ બનાવવામાં આવ્યા છે. જોકે તેમ છતાંય કેટલાક ખાનગી વાહનચાલકો BRTS રૂટમાં ઘૂસી જાય છે ત્યારે કેટલીક વખત દુર્ઘટના બને છે. જેમાં BRTS રૂટની અંદર 69 અને રૂટની બહાર 42નાં મોત થયા છે. જ્યારે 166જેટલા ગંભીર એક્સિડન્ટ થયા છે, જેમાં કોરિડોરની અંદર 84 અને કોરિડોરની બહાર 32 જેટલા એક્સિડન્ટ થયા છે. પાલિકા દ્વારા એક્સિડન્ટ જેવી ઘટનામાં બસ એજન્સી સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ પેનલ્ટી વસૂલ થઈ છે.

  • 22 Feb 2025 08:42 AM (IST)

    સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે ઓળખાતી યુવતીએ કરી આત્મહત્યા

    સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે ઓળખાતી યુવતીએ કરી આત્મહત્યા. રાધિકા ધામેચા નામની 26 વર્ષીય યુવતીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા રહેણાંકમાં રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધા એ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા, રાધિકાએ પિતાને ફોન કરીને કહ્યું કે, હું ઉપર જાવ છું, પિતા તેના ઘરે પહોંચે તે પહેલા જ તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા થોડા વર્ષોથી રાધિકા ઉર્ફે તોફાની રાધા પરિવારથી અલગ રહેતી હતી. તાજેતરમાં ગોવાથી પરત આવી હતી રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધા. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.

  • 22 Feb 2025 08:33 AM (IST)

    રાજકોટના ધોરાજીમાં બે બાઈક સામસામે અથડાતા એકનું મોત

    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એક વાર તેજ રફતારે લીધો એક યુવકનો જીવ. ધોરાજીના જેતપુર રોડ પર ગત રાત્રીએ બે બાઇક સામ સામે અથડાયા હતા. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયેલ યુવાનને હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું.

  • 22 Feb 2025 07:36 AM (IST)

  • 22 Feb 2025 07:33 AM (IST)

    કાશ પટેલે ભગવદ ગીતા પર હાથ રાખીને FBIના 9મા ડિરેક્ટર તરીકે શપથ લીધા

    અમેરિકામાં, કાશ પટેલે ભગવદ ગીતા પર હાથ રાખીને FBIના 9મા ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા. જુઓ શપથવિધીનો વીડિયો.

Published On - Feb 22,2025 7:32 AM

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">