Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, પોલીસે લીધી જવાબદારી, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ, જુઓ Video

Rajkot : સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, પોલીસે લીધી જવાબદારી, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ, જુઓ Video

Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 22, 2025 | 1:23 PM

રાજકોટના રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો છે. વરરાજા, જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પર આયોજકો ફરાર થયા હોવાનું સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટના રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો છે. વરરાજા, જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પર આયોજકો ફરાર થયા હોવાનું સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જાન , જાનૈયા અને કન્યા પક્ષ રસ્તે રઝળ્યા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે જવાબદારી લીધી હતી. ત્યારબાદ ભૂદેવ દ્વારા લગ્નની વિધિ શરુ કરાવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર રાજકોટના રેલ નગર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. 28 યુવતીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે સમૂહલગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હંગામો સર્જાયો હતો. લગ્ન કરવા પહોંચેલા પરિવાર અને જાનૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો.

સમૂહલગ્નના સ્થળ પરથી આયોજકો ફરાર

ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આયોજન કરવામાં આવ્યું છે. એક પરિવાર પાસે 20 હજાર રુપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. વર અને કન્યા પાસેથી 40 હજાર રુપિયા વસૂલ્યા હતા. આ સમુહ લગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દિપક હિરાણી છે. જેઓ લગ્નના દિવસે જ ફરાર થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે કેટલાક વર અને કન્યા ઘરે પરત ફર્યા હતા. જ્યારે ત્યાં હાજર વર – કન્યાને ભૂદેવ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા છે.

આયોજક ચંદ્રેશ છત્રોલા અગાઉ પણ કરી હતી છેતરપિંડી

સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ અગાઉ પણ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. TV9 સાથે વાતચીતમાં DCP ઝોન-૧ સજ્જનસિંહ પરમારનું મોટું નિવેદન આપ્યું છે. ગત વર્ષે પણ ચંદ્રેશ છત્રોલાએ આ પ્રકારની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતુ. કેટલાક લોકો ગત વર્ષે કરિયાવાર ન મળતા પહોંચ્યા હતા.છેતરપિંડીનો ભોગ બનનારાને ફરિયાદી બનાવીને કાયદેસરની કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">