Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BZ ફાઇનાન્સ કેસ: 7 આરોપી, 22,000 પાના, CID ક્રાઇમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ, જુઓ Video

BZ ફાઇનાન્સ કેસ: 7 આરોપી, 22,000 પાના, CID ક્રાઇમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ, જુઓ Video

Ronak Varma
| Edited By: | Updated on: Feb 21, 2025 | 6:18 PM

ખૂબ ચર્ચિત BZ ફાઇનાન્સ કૌભાંડમાં સીઆઇડીએ 7 આરોપીઓ સામે 22,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ કૌભાંડમાં 11,183 રોકાણકારોના ₹422.96 કરોડ ગુમાવ્યા છે. ચાર્જશીટમાં 655 સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે.

CID ક્રાઇમે BZ ફાઇનાન્સ કેસમાં 7 આરોપીઓ વિરુદ્ધ 22,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી. અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ હજુ બાકી છે. CID અનુસાર, 11,183 રોકાણકારોના ₹422.96 કરોડના કૌભાંડના પુરાવા મળ્યા છે

  • BZ ફાઇનાન્સ કૌભાંડ મામલો
  • CID ક્રાઇમે 7 આરોપીઓ વિરુદ્ધ 22,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી
  • આરોપીઓ: વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણ, મયુર દરજી
  • હજુ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ બાકી
  • 655 સાક્ષીઓના નિવેદન રજૂ
  • CID ક્રાઈમે 11,183 રોકાણકારોના ₹422.96 કરોડના કૌભાંડની વિગતો આપી
  • 6866 રોકાણકારોને ₹172 કરોડ ચૂકવવાના બાકી

BZ ફાઇનાન્સ સાથે જોડાયેલા મુખ્ય આરોપીઓ

1️⃣ વિશાલસિંહ ઝાલા

  •  117 રોકાણકારો પાસેથી ₹5.50 કરોડનું રોકાણ
  •  12,518 સ્ટેમ્પ પેપર ખરીદી
  • 19.7 લાખની બેંક લેવડદેવડ

2️⃣ દિલીપસિંહ સોલંકી

  •  33 રોકાણકારોનું ₹47.5 લાખનું રોકાણ
  • 1.20 કરોડની ઉઘરાણી

3️⃣ આશિક ભરથરી

  • 10 રોકાણકારોનું રોકાણ
  •  ₹1,80,000 કમિશન મળ્યું
  • ₹44 લાખની લેવડ-દેવડ

4️⃣ સંજયસિંહ પરમાર

  • 14 રોકાણકારોનું ₹1.71 કરોડનું રોકાણ
  •  ₹1.56 કરોડની રોકડ ઉઘરાણી

5️⃣ રાહુલ રાઠોડ

  • 47 રોકાણકારોનું ₹40.75 લાખનું રોકાણ
  •  ₹17.40 લાખના રોકડ વ્યવહાર

6️⃣ રણવીરસિંહ ચૌહાણ

  • 302 રોકાણકારોનું ₹5.98 કરોડનું રોકાણ

7️⃣ મયુર દરજી

  •  325 રોકાણકારોનું ₹8.72 કરોડનું રોકાણ
  • ₹4 કરોડ રોકડ ઉઘરાવ્યા

BZ ફાઇનાન્સના 14 જેટલા ઓફિસોની તપાસ ચાલુ છે. આરોપીઓમાંથી 10 આરોપી ટ્રસ્ટી હતા અને રોકાણકારો સાથે બેઠકો કરતા હતા

Published on: Feb 21, 2025 06:17 PM
g clip-path="url(#clip0_868_265)">