વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં રચ્યો નવો ઈતિહાસ, જાણો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં અનોખો ઈતિહાસ રચ્યો છે. આચાર્ય દેવવ્રતનો જન્મ હરિયાણામાં થયો હતો. જાણો ગુજરાતના રાજ્યપાલે ક્યો ઈતિહાસ રચ્યો છે.

ગુજરાતના રાજ્યપાલે આચાર્ય દેવવ્રત 22 July 2019ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેઓને આજે રાજ્યપાલ તરીકે 5 વર્ષ 200 દિવસથી વધારે સમય થયો છે. ગુજરાતમાં આ પ્રથમ રાજ્યપાલ છે જેઓ સૌથી વધારે સમય રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં છે.

આચાર્ય દેવવ્રત પછી જો સૌથી વધારે સમય સુધી રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં હોય તો કે.કે.વિશ્વનાથન છે. જેમને 4 એપ્રિલ 1978ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને 5 વર્ષ 132 દિવસ સુધી રાજ્યપાલ તરીકે કામગીરી કરી હતી.

મહેંદી નવાઝ જંગ ત્રીજા સૌથી વધારે સમય સુધી રાજ્યપાલ રહ્યાં હતા. તેઓએ 1 મે 1960ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જ્યારે 1 ઓગસ્ટ 1965 સુધી એટલે કે 5 વર્ષ 92 દિવસ તેમને રાજ્યપાલ તરીકે કામગીરી કરી હતી.

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીમાન નારાયણે 26 ડિસેમ્બર 1967ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને 5 વર્ષ 81 દિવસ સુધી કામગીરી કરી હતી.

આ ઉપરાંત 16 જુલાઈ 2014ના રોજ ઓમ પ્રકાશ કોહલીએ ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેઓ 5 વર્ષ 5 દિવસ સુધી રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં હતા.
